હું મારી શેરી, ગામ, રાજ્ય અને દેશની સ્વચ્છતામાં યોગદાન આપીશ
ગુપ્ત રીતે કરેલું દાન જ સાચું દાન છે
દયાની ભાષા બહેરા પણ સાંભળી શકે છે
હું મારી ઉત્તમ કૃતિ થકી ગુજરાતની કીર્તિ વધારીશ
ભીડમાં અનુભવાય તે એકલતા અને મનમાં અનુભવાય તે એકાંત
જે મૃત્યુ પછી જગતમાં કીર્તિ સ્વરૂપે વાસ કરે છે, તેનું જીવન સફળ છે
ફક્ત પૈસાવાળો માનવી સૌથી વધુ ગરીબ છે
સુરજ જગતમાં અજવાળું કરે છે
જયારે વિદ્યા અંતરમાં અજવાળું કરે છે
અપેક્ષાઓ પરત કાબુ મેળવનાર સુખી થાય છે