તિજોરી માં સાચવીને રાખજો તમારું ધન
નહિતર વરસાદ ના ભેજ થી હવાઈ જશે,
આતો ચોમાસુ,
અમારું ધન તો ભીના વાદળ જોઈને પણ
હરખથી લહેરાઈ ઊઠેછે,
વરસાદ માં જુમી ઉઠે છે,
આતો અમારું ચોમાસુ...
- મુક્તિ
મને પ્રિય છે સફેદ અને કાળો રંગ
કારણ
કારણ કે
કાળા પાટિયા માં સફેદ ચોક થી લખાયેલા શબ્દો એ જ મને આજ મારી ઈચ્છાઓ ને પૂરી કરવાનો માર્ગ બતાવ્યો છે
- મુક્તિ
સુખ દુઃખ વહેંચવા રૂબરૂ
સાથ માંગુ છું
ઓસિકાની જગ્યા એ હવે તારો હાથ માંગુ છું
- મુક્તિ
ઘણા સમય થી અશ્રુ નો ભાર લઈ ફરતા વાદળો ત્યારે ઠલવાય,
જ્યારે
હું એમને યાદ કરું ને એ મારી સામે આવી જાય...
- મુક્તિ
બાળપણ માં મોટા થવાની ઉતાવળ હતી
ને હવે
બાળપણ સોધવા નીકળી છું
- મુક્તિ
મન નો દરિયો ઉભરાઈ
આવ્યો હતો
પણ
આંખ એ વહેવાની ના પાડી દીધી
- મુક્તિ
જ્યારે આપણું અંગત માણસ રિસાય છે ત્યારે
જાણે કે,
રણ માં મૃગજળ દેખાયા નો અનુભવ થાય છે
- મુક્તિ
गुस्सा करने वाला इंसान खुद
अंदर ही अंदर
घुटता चला जाता हैं
- मुक्ति
मेरे से वो इतना परेशान है
कि अब
सही भी सही है और गलत भी सही
- मुक्ति