જીંદગી એવી જીવવી કે કોઈની ફરિયાદ ના રહે
આપણા ગયા પછી અપણી ફરી યાદ રહે
જેમ કરમાયેલું ફૂલ ભગવાનને ન ગમે
તેમ ઘડપણની ભક્તિ પણ ભગવાનને ન ગમે
જન્મ માતા પિતાને આભારી છે
પણ જીવન ગુરુને આભારી છે
સમય કિમતી છે પણ સત્ય સમયથી પણ કિમતી છે
આપણે ઘર કેવી રીતે બાંધવું તે જાણીએ છીએ
પણ ઘર કેમ વસાવવું તે જાણતા નથી
સામાન્ય રીતે માનવી પ્રાર્થના નથી કરતો
પણ ભીખ માંગતો હોય છે
શરીર માટે જેમ અન્નન અનિવાર્ય છે
તેમ આત્મા માટે પ્રાર્થના અનિવાર્ય છે
જે નાવમાં અહંકારનો છેદ હોય તેનાવ ડુબે જ છે
દરેક દિવસને જિંદગીનો આખરી દિવસ સમજવો