ભૂલનો સ્વીકાર કરવો એ
ભૂલનું સાચું પ્રાયશ્ચિત છે
જયારે પડછાયો લાંબો લાગે
ત્યારે સમજી લેવું કે સુર્યાસ્ત નજીક છે
જો તમને તમારા સુખનું કારણ ખબર ન હોય
તો તમે સાચા સુખી છો
આત્મજાગૃતિ માટે 'હું દેહ નહિ, પણ આત્મા છું' તે રટણ જરૂરી છે
મન વિચારવા માટે છે
જયારે બુદ્ધિ નિર્ણય લેવા માટે
સીધી ખીલીની જેમ જગતમાં
સીધા લોકોને વધુ ઠોકવામાં આવે છે
સંપતિ પ્રાપ્ત કરવાથી ન ચાલે
દાન રૂપે અપાવી પણ પડે
જગતને બદલવાની જરૂર નથી
માત્ર જાતને બદલો
માનવીનું જીવન એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક