હવે ભૂલ નહીં પણ ફૂલ જુઓ,
કોઈના જીવનમાં વસંત જુઓ,
એક દિવસનો ખોટ નહીં શોધી,
પૂરેપૂરું એક સવંત તો જુઓ,
હવે ભૂલ નહીં પણ ફૂલ જુઓ,
કોઈના જીવનમાં વસંત જુઓ,
એક દિવસનો ખોટ નહીં શોધી,
પૂરેપૂરું એક સવંત તો જુઓ,
હવે ભૂલ નહીં પણ ફૂલ જુઓ,
કોઈના જીવનમાં વસંત જુઓ,
એક દિવસનો ખોટ નહીં શોધી,
પૂરેપૂરું એક સવંત તો જુઓ,
કર્મ કરો તો દામ મળે,
શર્મ કરો તો નામ મળે!
એથી આગળ"મારૂતિ"
ધર્મ કરો તો રામ મળે!
...મારૂતિ...
મળવાથી ઘણી સંગત મળે,
નહીતર એકાદ પંગત મળે!
સુરુ-નરસું તારવી શકો તો,
જીવનમાં "મારૂતિ"રંગત મળે.
...મારૂતિ...
જીવન કરો વરસા જેવું,
જીવન કરો સમરસા જેવું
જીવન"મારૂતિ" પરોપકારી,
જીવન કરો અરીસા જેવું.
...મારૂતિ...
સજાગ રહેવું જરૂરી છે,
સુરાગ કહેવું જરૂરી છે
નફરત ઘણાં કરે ભલે,
"મારૂતિ" રહેવું જરૂરી છે !
...મારૂતિ...
કીડી કહે છે શરીરથી કર્મ કર,
વૃક્ષ કહે છે શરીરને નર્મ કર !
સમસ્ત પ્રકૃતિ કહે માનવ ને,
સમજું પ્રાણી હવે તો શર્મ કર
~~~~~ મારૂતિ ~~~~~
પ્રેમમાં રીસાવું પણ પડે છે,
પ્રેમમાં પીસાવું પણ પડે છે !
મળે થોડું એકાંત જો કદીક,
પ્રેમમાં ભીંસાવું પણ પડે છે !
..... મારૂતિ.....