સતત લખતા રહો...✒
Share with friends
એક આંગળી રાહ બતાવે, એક આંગળી ચાહ બતાવે, ખેલ ખેલમાં જીત થશે તો, એક આંગળી વાહ બતાવે! ~~~~~ મારૂતિ ~~~~~
અંધારે અંધારું ભળી જાય, આગને આગ ગળી જાય, સમજાતું નથી આ માણસનું, એકમેકથી કેમ બળી જાય? ~~~~~ મારૂતિ ~~~~~
સારું કોઈને દવાથી થયું છે, સારું કોઈને હવાથી થયું છે જેવી પ્રકૃતિ એવો ઈલાજ, સારું કોઈને હસવાથી થયું છે ~~~~~ મારૂતિ ~~~~~
મળવાથી ઘણી સંગત મળે, નહીતર એકાદ પંગત મળે! સુરુ-નરસું તારવી શકો તો, જીવનમાં "મારૂતિ"રંગત મળે. ...મારૂતિ...