તેમની યાદોએ લલકાર્યો શું મલ્હાર!
આજ મુશળધાર મારી આંખડી વરસે.
-શોખીન
આખરી નિશાની તરીકે હું મારા "પિતાની" ઇઝ્ઝત આબરૂ પહેરી ફરું છું.
હજારોનાં અત્તરો નકામા છે મારા "પિતાનાં" પરસેવાની સુગંધ સામે.
મારા ચહેરાનો આત્મવિશ્વાસ, મારા પિતાનાં ચહેરાની કરચલીઓને આભારી છે.
મારી ખુશીની પરાકાષ્ઠા ક્યાં સુધી?
બસ ફકત 'ને ફક્ત મારી માઁ સુધી.
આંગળી પકડી તે મને નથી ચલાવ્યો, મારી જિંદગીને ચલાવી છે માઁ.