તમે કોઈનો વિચાર બદલી શકો, માનસિકતા નહીં..
©Shefali
હૈયું મારું કાગળ
ને
એહસાસ તારો કલમ છે.
જો વાંચવું હોય તારે
તો
તારો પ્રેમ જ લવાજમ છે.
©Shefali Shah
#wish
તારી ઇચ્છા હું મારી કેમ ના બનાવું.!?
આવા અરમાનો હું કેમ ના સજાવું.!?
©Shefali Shah
#age
આમતો હું સમજદારી જોડે સંબંધ રાખું છું,
તોય મારી અંદરનું બાળક જીવંત રાખું છું.
©શેફાલી શાહ
#happy
વિચારોમાં સમાયું છે સુખ ને દુખ,
બાકી સરનામું ક્યાં છે એનું સન્મુખ.
©Shefali Shah
#home
આપણે ઘરમાં માત્ર વસવું ના જોઈએ,
પણ ઘર આપણામાં વસી શ્વસવું જોઈએ.
©Shefali Shah