પિતાના ઘરે જો ક્યારેક રસોડામાંથી કોઈ અણગમતી રસોઈની સુગંધ પણ આવતી હોય ત્યારે 'છી છી કેવી વાસ છે' એવું બોલીને મોં બગાડતી એ દિકરી જ્યારે માતા બને છે ત્યારે સંતાનનું બાળોતિયું પણ હસતાં ચહેરે બદલતી હોય છે. - અનામી D
સ્વભાવથી ક્ષત્રિય, સંસ્કારથી બ્રાહ્મણ, વર્તનથી વૈશ્ય બની રહેતી અને જ્યારે જ્યાં જરૂર પડે છે ત્યારે ખુદને સંપૂર્ણપણે શૂદ્ર સાબિત કરતી સ્ત્રી પ્રથમ સ્ત્રી છે અને પછી કોઈ ખાસ પ્રકારના વર્ણના કોઈ પુરુષની દિકરી કે પત્ની.
પહેલા અમે સાથે ચા પીતાં ત્યારે ચા પીતાં પીતાં હું આમ તેમ જોતી, પછી એક દિવસ એના પર નજર પડી... હવે એને જોતાં જોતાં ચા પીઉં છું. બસ !! ચાથી તારા સુધી.... - Anami D
જૈન દેરાસરની સામેની બાજુ ડુંગળી બટેટાની લારી ઊભી રાખીને સારી વકરી થવાની આશા રાખનાર ખેડૂતની સાક્ષરતાનો અંદાજ લગાવી શકો છો. #અનામીD