સુતેલાનું સુતું બેઠેલાનું બેઠું
ઉભેલાનું ઉભું અને ચલાનારનું
ભાગ્ય ચાલતું રહે છે
એક બીજાની સામે જોવું પ્રેમ નથી
પણ સાથે મળી દૂર જોવું તે પ્રેમ છે
સૌન્દર્ય નાશવંત છે તે સમજાવવા
પ્રભુએ પુષ્પો સર્જ્યા છે
બેસી રહેનાર કઈ આગળ વધી શકતાં નથી
કેવળ શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી
ઉચ્શ્વાસ પણ કાઢવો પડે છે
હદયની ;લાગણીઓને શબ્દનું રૂપ આપવાથી
તેની કિંમત ઓછી થઇ જાય છે
તમે જો ઉભા રહો છો તો
વાંકા ચુંકા પડછાયાની દરકાર ન કરો
ગમે તેઓ સુંદર વિચાર
આચાર વિના નકામો છે
કડી નીચે ન પાડવામાં નહિ, પણ
પડ્યા પછી ઉભા થવામાં મહાનતા છે