બાળકને પોષણ માટે દુશની સાથે
પ્રશંસાની પણ જરૂર હોય છે
જે સત્ય પર નિર્ભર છે તેને
અન્ય પર નિર્ભર રહેવું પડતું નથી
કસરતથી જે લાભ શરીરને મળે છે
વાચનથી તે લાભ મગજને મળે છે
બળની સાથે નીતિથી કરેલુ કામ
ચોક્કસ સફળ થાય જ છે
સાગરની લહેર અને સમય
કોઈની પણ રાહ જોતા નથી
પુરાણોનો સાર એક જ છે
પારકાનું ભલું કરવું તે પુણ્ય
બીજાનું બુરું કરવું તે પાપ
પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઇ જવો
પ્રાર્થનાથી ભગવાન નહિ,
પ્રાર્થના કરનાર બદલાય છે
દરેક વ્યક્તિને પોતાની પ્રશંસા ગમતી જ હોય છે