પુસ્તક ને તમારા માં સમાવી લો.. તે તમને અનોખી સફર કરાવશે... અતૂટ મૈત્રી જાળવશે... અમૂલ્ય સાથ આપશે.... અનેરો ઉલ્લાસ પ્રગટાવશે... .......નલિની શાહ
જો આપણે સંબંધ ને જાળવી રાખવા માંગીએ છીએ તો....આપણે ક્યારેક ક્યારેક આંધળા.....બહેરા...અને મૂંગા થવું પડશે.. .......નલિની શાહ
બાળપણ તો દરેકના હૃદય માં કોઈક ખૂણે સચવાયેલું પડ્યું જ હોય છે ..તે બહાર આવવા ઝંખતું હોય છે પણ બાળપણ ની તે નિર્દોષતા...તે વિસ્મયવૃત્તિ.. તે નિખાલસતા ...તે સમભાવ વૃત્તિ ક્યાં થી મળશે ?દંભ ના પડળ પાછળ તે ભીસાઈ ગયા છે.......
દુનિયા તો સ્વાર્થી છે ..મતલબી છે...આપણી સારપ કોઈ ની નજર માં ખૂંચે પણ ખરી.. ભલે તેનું કર્મ તે કરે .આપણે તો ઈશ્વર ની નજર માં શુ છીએ ? તે જ વિચારી આપણી સારપ ન ખોવી...
આ ઝાંઝર ની ઘૂઘરી નો રણકાર સાથે રૂમઝુમતો નાદ.. કરે છે મૌન સાથે સંવાદ.. કાન્હા તું ક્યારે આવે છે મુજ પાસ... આ તો કોઈ બાવરી ની પાયલ નો છે સાદ...
મૌન હોય પણ મન માં વિચારો ના વમળ સર્જાતા હોય તેને મૌન ન જ કહી શકાય...હોઠ ખામોશ હોય અને દિલ પણ શાંત હોય..કોઈ વિચારો ની જ્યાં entry ન હોય..તે જ તો મૌન કહી શકાય...મૌન ના શબ્દો ફક્ત પ્રેમ..સ્નેહ જ સમજી શકે ..
આપણા ઘર ની વહુ એ તેના પપ્પા ની લાડકી દીકરી ...કાળજા નો કટકો જ હશે... તેની mummy ની કલેજા ની ટાઢક હશે.. તેના ભાઈ ની મુસ્કુરાહટ હશે.. તેની બહેન ની ચુલબુલી બહેનપણી હશે.... હશે ને ??? તો તે આપણે ત્યાં આવે પછી એવી ને એવી જ ન રહી શકે ? સાસુ સસરા ની વહાલી
આપણો દેશ..આપણું વતન...આપણી શાંતિભરી જિંદગી માટે....સરહદ પર પોતાનો જીવ હથેળી પર રાખી..વતન ની માટી ની મહેક દિલ માં રાખી ...દુશ્મન ને હંફાવતા જવાન ની શહીદી પછી તેનો પરિવાર સુખચેન થી તેની જિંદગી જીવી શકે તે માટે ...આપણી કોઈની કઈ ફરજ ખરી કે નહીં ?