હાલશે-ચાલશે ને
પછી પડી જશે ?
સમય ને બાંધશો નહિ
તો સમય તમને છળી જશે !
ઝલક
आकरी हरि की चाकरी
मोहे ठगत तारो गुणगान ?
ले,सहज भाव साधु थयो
मोरा ठाकुर करे बखान !
झलक
ઠાકુર થે ઠાલો ભયો
છલકી મુજ ગગરી ?
અબહુ થા ઉર અબ કે ગયો !
ઢુંઢત હૈ સારી નગરી
ઝલક
શોધવા ને શું તું સાગર માં ચાલ્યો?
નાથજી એ નજરમણી છે તને આલ્યો !
ઝલક
કહું શું કથા એક કંકર ની ઠાકુર ?
કદિ, શાલિગ્રામ બને કદિ, શંકર હે ઠાકુર!
ઝલક
ઘડામણ ઘડા નું ઘણીવાર થયું
પણ,ઢળ્યો એ વ્હેમ કે પડું કે છલું ?
ઝલક
અહમ થી પરમ ની પરખ થાય છે
ને પરમ નથી રહ્યો તેનો હરખ થાય છે
ઝલક
હજુ,પાંપણ પર આવ્યું ને પડી ગયું?
એક આંસુ ભી આંખ ને છળી ગયું!
ઝલક
બસ,હું જ હું દેખાવ,અન્ય કોઈ જોઈ નહીં?
હું મળું તુજને ,તો તુજ થી ધન્ય કોઈ હોઈ નહીં !
ઝલક