બીજાની ભૂલો શોધવા નીકળશો તો,
તમારી ભૂલો ક્યારેય નહિ જડે
સુર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે એટલો જ સમય હોય છે
જેટલો સૂર્યોદય અને સુર્યાસ્ત વચ્ચે હોય છે
અહંકાર જ તમામ મહાન ભૂલોનું મૂળ છે
અસત્યના અનેક સ્વરૂપ હોઈ શકે
પણ સત્યનું તો એકજ સ્વરૂપ હોય છે
નમ્રતા એ સફળ વ્યક્તિઓનું આભૂષણ છે
લક્ષ્ય જેટલું મહાન માર્ગ
એટલો જ લાંબો અને વિકટ
ધીરજ અને ખંત વગર કોઈ પ્રાર્થના સફળ નીવડતી નથી
માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારોની ગુરુ છે
જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે