શરણ ગ્રહુ હું તારી પ્રભુ,
સમય આવે સંભાળ તું લેજે...
ભૂલા પડ્યા આ ભવરણ માં
સાચી દિશા તું બતાવ જે....
પામે સ્પર્શ લાગણીનો
મૃત હૃદય ધબકી ઉઠે!!
જાગૃતિ રાઠોડ"કૃષ્ણા"
તું ના કર યાદ
હું ન કરું ફરિયાદ
ભરોસો કાયમ રહેશે
તું છે સદાય મારી સાથ!..
ભગવા વરખ
પાછળ
વાસના પરખ!
જાગૃતિ રાઠોડ"કૃષ્ણા"
પડે ટુંકી સઘળી સમજણ,
ઘેરે અસહ્ય અકળામણ!
વિચારના વમળમાં ફસાઈ,
કરે નીકળવા મન મથામણ!
જાગૃતિ રાઠોડ "કૃષ્ણા "
ન નામ ન સરનામું ના કોઈ ખાસ નિશાની
પરબીડિયું જોઈ, આવ્યું ક્યાંથી પરેશાની?
લઈ હાથમાં ખોલી જોયું માંહે મોરપિચ્છ!
શ્યામસુંદરની કૃપા ફળી મળ્યા રે આશિષ!!
જાગૃતિ રાઠોડ "કૃષ્ણા "
દેવ માની પૂજો પથ્થર,
ધારો કે ઇચ્છા ફળે.
હોય જો શ્રધ્ધા સાચી,
અનુભૂતિ પણ મળે.
જોડાઈ ગયા જ્યારે દિલથી દિલના તાર,
જન્મો જનમ આ બંધન રહેશે બરકરાર!
ના કોઈ કસમ, ના કોઈ શરત, નહી કરાર, ભૂલ,ગુસ્સો,પ્યાર,તકરાર સઘળું સ્વીકાર!
જાગૃતિ રાઠોડ "કૃષ્ણા"
સરળતાથી એમ કાંઇ ના મળે,
મળી જશે બધું તો શું પ્રયત્ન કરશો?
સપના બધા હકીકત ના બને
બનશે હકીકત તો શું કલ્પના કરશો?