સૂર્ય જગતના અંધારા મીટાવે છે
ધર્મ અંતરના અંધારા મીટાવે છે
જેની પાસે ફક્ત પૈસા છે
તેનાથી મોટો ગરીબ બીજું કોઈ નથી
મોતી દરિયામાં પાકે છે,
જયારે માનવીની કીર્તિ કબરમાં પાકે છે
પ્રેમની સાંકળથી મજબુત બીજું કોઈ બંધન નથી
દયાની ભાષા બહેરા સાંભળી શકે છે
અને આંધળા જોઈ શકે છે
ચહેરાની હસી સિવાય
બીજું મોટું સ્વાગત શું હોઈ શકે
પારકાનું ભલું કરવું તે પુણ્ય
બીજાનું અહિત કરવું તે પાપ
જેનામાં દોષ હોય છે, તેનેજબીજાનામાં
દોષ શોધવાનો આનંદ આવે છે