અજીબ સા કાનૂન યહાં બનાયા ગયા હૈં,
હમેં અપને હી ઘરમેં બંદ કર દીયા ગયા હૈ....
વજહ ભી કુછ ખાસ બતાઈ જા રહી હૈ,
યાયાવર કો યહાં કે રાજહંશ પસંદ નહિ હૈ!
અનરાધાર અંબર વરસ્યાં,
ધરણીએ ધરપત કરી.
મનભરીને માનવ મલક્યાં,
જોઈને જોરદાર જડી.
ન તુટે મર્યાદા એવું સૌ ઈચ્છે,
ન છૂટે સાથ એવું સૌ ઈચ્છે.
શબ્દો તો કરે શોરબકોર,
સ્નેહ તો મૌનમાં તરબોળ.
પૈસો ખુબ જરૂરી છે
પણ
પ્રમાણિકતાના ભોગે નઈ.
બીજાનું સુખ જોઈને આપણા મનને શાંતિ થાય
એ આપણા મનની પવિત્રતાની ઓળખાણ છે.
બીજાને ખીલતું જોઈ આપણા ખુલવાની સંભાવના માં વિશ્વાસ રાખવો
એ પ્રકૃતિનો સંદેશ છે.
ખારો ધધ સમંદર જાણી રહ્યાં અમે તો દૂર,
અમી છાંટણા કરતી વર્ષા ઉછીનું લે છે નુર.