અનરાધાર અંબર વરસ્યાં,
ધરણીએ ધરપત કરી.
મનભરીને માનવ મલક્યાં,
જોઈને જોરદાર જડી.
ન તુટે મર્યાદા એવું સૌ ઈચ્છે,
ન છૂટે સાથ એવું સૌ ઈચ્છે.
શબ્દો તો કરે શોરબકોર,
સ્નેહ તો મૌનમાં તરબોળ.
પૈસો ખુબ જરૂરી છે
પણ
પ્રમાણિકતાના ભોગે નઈ.
બીજાનું સુખ જોઈને આપણા મનને શાંતિ થાય
એ આપણા મનની પવિત્રતાની ઓળખાણ છે.
બીજાને ખીલતું જોઈ આપણા ખુલવાની સંભાવના માં વિશ્વાસ રાખવો
એ પ્રકૃતિનો સંદેશ છે.
ખારો ધધ સમંદર જાણી રહ્યાં અમે તો દૂર,
અમી છાંટણા કરતી વર્ષા ઉછીનું લે છે નુર.
અહો આશ્ચર્યમ!
પરોપજીવી પ્રાણી માનવ,
પ્રકૃતિ વિરુદ્ધ યુધ્ધ છેડે...