સજ્જનના ઘરે જન્મ લેવો અપના હાથમાં નથીપણ
જન્મ લીધો તે ઘરને સજ્જન બનવું આપના હાથમાં છે
જે ખીલે અને કરમાય તે ફૂલ છે
જે ખલે કે કરમાય નહિ તે શૂલ છે
ઈશ્વર કોઈને સુખ કે દુઃખ આપતો નથી
જેને જે મળે છે તે તેનું પોતાનું કર્મફળ છે
અજ્ઞાની હોવું એ શરમજનક નથી
પણ શીખવામાં ઉદાસીનતા એ શરમજનક છે
જે ગરીબોને મદદ કરે છે તેને ઈશ્વર
વ્યાજ સાથે પાછું આપે છે
ગુસ્સો વ્યક્ત કરવો એટલે
બીજાનો દોષ પોતાના માથે લેવો
તકરાર અને છાશ જેટલા લાંબા સમય રહેશે
તેટલા વધુ ખાટા બનશે
પ્રેમ ચંદ્ર જેવો છે જયારે વધતો નથી
ત્યારે ઘટવા માંડે છે
અનુભવ એ જીવનની ઈમારતનું એકમાત્ર બારણું છે