BINAL PATEL
Literary General
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

299
Posts
288
Followers
0
Following

હું બિનલ પટેલ. વ્યવસાયે એક પ્રોફેશનલ MBA . શબ્દોને વાચા આપવી, વિચારીને કલમથી કાગળને ચિતરવું, અનુભવની અરજીને ધ્યાનમાં રાખવું, વાંચનના વાયરાને વેગ આપવો અને અંતરમનથી દિલ ખોલીને બસ શબ્દોને લાગણીઓ સાથે સાંકળી લેવું, વ્યવસાય ભલે ગમે તે હોય, કલમ-કાગળને વળગી રેહવું. બસ આ જ મારો ટૂંકાણમાં પરિચય.... Read more

Share with friends
Earned badges
See all

'ઝાઝી ઝંઝાળમાં પડી, મનને મોહી જાય એવાં વિકારોથી દૂર રહેવાં, સતત દિવ્ય-શક્તિનું સ્મરણ અને ઉપાસના કરવી, એ જે અખંડ સત્ય છે.' -બિનલ પટેલ

‘માસુમ બાળક જેમ મન ભરીને ઝૂમી લે ને, પોતીકા સામે હૈયું ખોલીને થોડું જીવી લે ને, સતત એક જ ચિંતા કરતાં ચિંતન કરી લે ને, જિંદગી ચિત્ર બનાવશે, એક મઝાની મુસ્કાન આપી દે ને.’ -બિનલ પટેલ

'શબ્દોની તાકાત કેટલી? વગર હથિયારે હ્દયના ટૂકડાં કરી એક જ ઝાટકે સંબંધ અને વ્યક્તિ બંન્ને છિન્નભિન્ન કરી નાખે એટલી.' -બિનલ પટેલ

'લાગણીથી એક પ્રેમભરી નજરે જો કોઈ જોવે ને વ્હાલથી માથે હાથ મૂકે, ત્યારે અંતરની આંતરડી ઠરે ને સંતોષનો ઓડકાર આવે.' -બિનલ પટેલ

‘માતાપિતા’નાં આશિષ મુશળધાર મેઘ સમા વરસે, ને એનાં પુણ્ય રૂપે આજીવન જીવનમાં શાંતિનો, અનુભવ થાય; એ જ સાચું સુખ.’ -બિનલ પટેલ

'ઝંખનાં થાય એની જે હોય નાશવંત, કેમ કદી લગની ન લાગે જે હોય સનાતન?' -બિનલ પટેલ

'આલિશાન મહેલનાં બંધારણમાં મજબૂત છત્તનું સ્થાન મોભાનું છે એમ ઘરની આબરૂ-ઈજ્જતને બંને હાથે સંભાળીને સાચવી રાખવાં, આખી જિંદગી સ્થિર અને સજાગ બની જીવતાં હોય એ વ્યક્તિ ફક્ત પિતા જ છે.' -બિનલ પટેલ

'વ્હાલ કરું, હેતે થામી લઉં, દયા શું હોય વળી? જોઈ કોઈ દુઃખી જીવને, હૈયે વસાવી લઉં.' -બિનલ પટેલ

'વ્હાલ કરું, હેતે થામી લઉં, દયા શું હોય વળી? જોઈ કોઈ દુઃખી જીવને, હૈયે વસાવી લઉં.' -બિનલ પટેલ


Feed

Library

Write

Notification
Profile