જીવનતો શાળામાં ભણતાં ત્યારે મજાનું હતું
હાલ તો બસ ઢસડાયા કરીએ છીએ.
P. K...
"શરૂ કરી રહી છું હું મારી સફર આજે,
તું રહીશ ને 'મા' હંમેશા મારી સાથે?"
P. K...
"મેં મારું જીવન મારી મા ના નામે કર્યુ છે,
એણે પોતે ભૂખી રહીને મને જમાડ્યું છે... "
P. K...
"મા ભગવાનથી ચડિયાતી એમનેમ નથી,
દયાનો સાગર એના હ્દયમાં સમાવીને બેઠી છે."
P. K...
ઉનાળાની ભરબપોરે મને તારી યાદ આવી ગઈ,
અને મારી આંખો અષાઢી વાદળ બની વરસી ગઈ."
P. K...
"એના મંદિરના પ્રાંગણમાં મારી પ્રાર્થના એટલી
કે સાથ ના આપે તો કંઈ નહીં પ્રભુ,
બસ પામવાની લાલચ ના આપજે."
P. K...
"આજે ઘરમાં રહીને સૌ એકલાં નથી પડી રહ્યા,
પણ આપણે સૌ એકતાથી જોડાઈ રહ્યાં છીએ."
P. K...
"ભલે સુરજ એના સમયથી ઉગે અને આથમે
પણ
મારી સવાર સાંજ તો તારાથી જ થાય છે."
P. K...
"અમે તો આંખો વાંચીને સમજી જતા હતા
આ ટેકનોલોજી આવી
ત્યારથી બધી લાગણીઓ ડિજિટલ થઈ ગઈ. "
P. K...