નારી જો નાં...રી તો...???
અડવા ન દે જમાના ની ખરાબ નજરની વીજ
ભાઈ એટલે ખુદા એ આપેલું તિલ્સમી તાવીજ
ભાવના પટેલ.
ભણતર નું હું કરું ચણતર
મારા બાળકોની હું માવતર
પ્રશ્ન પૂછવાનો આપો અવકાશ
બાળક બનાવશે પોતાનું આકાશ..
ભાવના પટેલ.
હાઈ થી શરૂ કરી અટકે હાય પર,
એ ક્યારેય ન કહેવાય પ્યાર....
ભાવના પટેલ.
મા ના સ્તર સુધી જઈ શકું છું,
એટલેજ હું માસ્તર છું.....
વિદ્યા ને ન આપશો અર્થી,
બનજો સાચા વિદ્યાર્થી...
ભાવના પટેલ.
બિંદુ માંથી સીંધુ બનાવનાર
મારા જીવન ના સૂત્રધાર
મારી નૈયાની દીવાદાંડી
ચઢાવતા શીખવ્યું જેમણે ગાંડીવ
એવા ગુરુજનો ને મારા વંદન....
ભાવના પટેલ......
સુખ લાગે બમણાં
અને દુઃખ લાગે વામણા
જો હોય સાથે આપણા....!!
ભાવના પટેલ