તમને હસતા જોઇને એવુ લાગ્યુ;
રીસાયેલી જીંદગીએ ફરી હાથ પકડયો.
-મેહુલ ત્રિવેદી
(પ્રેમનો માણસ)
ગાંધીનગર
જંગલ બળીને થાય રાખ;
સમજે નહી માણસ જાત.
- મેહુલ ત્રિવેદી
( પ્રેમનો માણસ)
યાદ આવી ગઈ તમારીને,
સ્મિત ફરકી ગયુ હોઠ પર.
મેહુલ ત્રિવેદી
(પ્રેમનો માણસ)
ગાંધીનગર
દિવાળીની રજાઓ મફતમાં ખર્ચાઇ ગઇ,
આ વાત સોશ્યલ મીડીયામાં ચર્ચાઇ ગઇ.
- મેહુલ ત્રિવેદી
(પ્રેમનો માણસ)
ગાંધીનગર
જયારથી બાળપણે હાથતાળી આપી છે;
જીવન જીવવાની મજા બગડી છે.
(હેપ્પી બાળદિન)
- મેહુલ ત્રિવેદી
પ્રેમનો માણસ
ગાંધીનગર
કોઈ રમત ત્યાં રમાતી હતી
હાર-જીત પણ થતી હતી,
કંઈ ચિંતા પણ જગાડી હતી
જિંદગી આમ જીવાતી હતી.
-મેહુલ ત્રિવેદી (પ્રેમ નો મણસ)