રોજિંદી જિંદગીમાંથી
થોડો વિરામ લઈએ,
નવી સફર કરીએ,
નવી યાદોને સમેટીએ.
નિશ્રુતિ
મુસાફરી એટલે
તમારી ડાયરીમાં
ઉમેરાતી આનંદદાયક
અદ્ભૂત ક્ષણો.
નિશ્રુતિ
પપ્પા મારે કંઈક કહેવું છે
દરેક જન્મમાં મારે તમારી છત્રછાયામાં જ રહેવું છે.
નિશ્રુતિ
પપ્પા એટલે એક
વ્યક્તિ, પાત્ર કે નામ નહિ,
પપ્પા એટલે
મારા અસ્તિત્વની ઓળખ.
નિશ્રુતિ
એક ઝાકળ પુષ્પ પર પડ્યું
સૂરજના તાપમાં ઓગળી ગયું
એક ઝાકળ મન પર પડ્યું
લાગણીની હૂંફમાં પીગળી ગયું
નિશ્રુતિ ✍️
મહાદેવ હવે તો
ત્રીજું નેત્ર ખોલો
અને આ મહામારીને
ભસ્મ કરો.
નિશ્રુતિ
એક તો વરસાદ અને
વરસાદમાં તારી યાદ
મને ભીંજવે છેક
અંતરમન સુધી.
નિશ્રુતિ ✍️
નિત્ય પ્રભુ પાસેથી
એ દિલાસો મળે,
એની છત્ર-છાયામાં જ વિસામો મળે.
નિશ્રુતિ ✍️
કૃષ્ણ ને વાંસળી
એટલે જ વ્હાલી છે
કેમકે તે
અંદરથી ખાલી છે.
નિશ્રુતિ