શું થતું મારા અસીમ અશ્રુઓનું,
સાથ એને જો શબ્દો તણો ન હોત..
"ભીનું સંકેલાઈ જવા દે પ્રણયગાથામાં એ બધું હવે,
નરી શુષ્કતા સિવાય આમ પણ શું બચ્યું છે એમાં..."
નિષ્ફળતા એક કામચલાઉ સ્થિતિ છે જે વ્યક્તિને પોતાના પ્રયત્નો સુધારવાની કે મઠારવાની વધુ એક તક આપે છે.
બહુ અઘરું હોય છે એ રૂદન,
કરકસર અશ્રુની જેમાં શરત છે.
કોણે કહ્યું પ્રેરણા પુસ્તકો પૂરી પાડે
કોઈ દિલ એકાદ ખોતરી તો જુઓ..
સંબંધો પર પ્રશ્નાર્થ ચિન્હ લાગે એના કરતા પૂર્ણ વિરામ લાગે એ વધારે બહેતર છે.
સંબંધો પર પ્રશ્નાર્થ ચિન્હ લાગે એના કરતા પૂર્ણ વિરામ લાગે એ વધારે બહેતર છે.
માણસ સ્વતંત્રતા ઝંખે છે પરંતું એટલી નહિ કે એને રોકનાર કે ટોકનાર કોઈ જ ન હોય.
માણસ સ્વતંત્રતા ઝંખે છે પરંતું એટલી નહિ કે એને રોકનાર કે ટોકનાર કોઈ જ ન હોય.