મૌન મારું જો ધારદાર થશે.
તારા દિલની આરપાર થશે,
સળગતામાં ઘી હોમવાનું બંધ કર.
નહિ તો જીવન હવે તારતાર થશે.
કુસુમ કુંડારિયા,
સારો મિત્ર જીંદગી ન્યાલ કરી દેશે.
ઇર્ષાળું મિત્ર જીંદગી પાયમાલ કરી દેશે,
કુસુમ કુંડારિયા.
કથામાં ઘણાં લોકો બેસે છે,
કથા કેટલા લોકોમાં બેસે છે?
કુસુમ કુંડારિયા.
જ્યાં સુધી જિજિવિષા છે ત્યાં સુધી જીવવાની મોજ છે
બાકી મુશ્કેલીઓ અને સમસ્યાઓ તો રોજ રોજ છે.
કુસુમ કુંડારિયા
ઇચ્છાઓને મેં અધૂરી છોડી દીધી છે.
લાગણીને જાણે તોડી મરોડી દીધી છે.
કુસુમ કુંડારિયા
ઇચ્છાઓ આપણી ત્યારે ફળતી લાગે.
સ્વજનોની લાગણી જ્યારે ભળતી લાગે.
કુસુમ કુંડારિયા
ઇચ્છાને ક્યાં કોઇ હદ હોય છે.
ઇચ્છાનોજ આ બધો મદ હોય છે.
કુસુમ કુંડારિયા
ઇચ્છા ક્યારેક જીવાડે છે ને ઇચ્છા જ ક્યારેક મારે છે.
ઇચ્છાથી જ જીવન શક્ય છે, જેની ઇચ્છા મરી જાય છે એ જીવનથી હારી જાય છે.
કુસુમ કુંડારિયા
સકળ વિશ્વમાં સૌ સુખી રહે બસ એટલી ઇચ્છા મારી.
કુસુમ કુંડારિયા