ગીરવે મુકેલી પ્રમાણિકતાને ક્યારેય પછી મેળવી શકાતી નથી
પ્રદર્શન કર્યા વગરની સેવા જ ઉત્તમ સેવા છે
મન વગર આપેલા મોટા દાન કરતાં
સ્નેહથી આપેલું નાનું દાન ઉત્તમ છે
પોતાના વખાણથી મીઠી વસ્તુ બીજી કોઈ નથી
વાત કરવા માટે મૌન સર્વોત્તમ ભાષા છે
ખુશામત કરી શકે તે
પ્રસંશા ન પણ કરી શકે
ધન કરતાં પ્રતિષ્ઠા વધુ મૂલ્યવાન છે
નવો દિવસ બાકી રહેલી જિંદગીનો પ્રથમ દિવસ છે
આજની જે પ્રવૃત્તિ આવતી કાલની ખાતરી આપે તેનું નામ પ્રગતિ