દુઃખ એટલે આત્મા નું શુદ્ધિકરણ
ચાંદ નાં જીવનમાં પણ વધખટ થાય છેઃ
તો આપણે તો માણસ છીએ વધખટ થાય જ.
પોતાના હોય એને ક્યારેય કોઈ વાત નું ખોટુ જ લાગતું નથી,
ખોટુ લગાડવા વાળા ક્યારેય પોતાના હોતા જ નથી...
લોભ થી તો પ્રેમ પણ હરી ગયો,
લોભ થી માણસાઈ પણ હારી ગઈ.
બહુ તૂટવું પડે છે,સત્ય નાં માર્ગે ચાલવા
કેટલુંય મન ને મનાવું પડે છે સત્ય ના માર્ગે ચાલવા,
__સત્ય પ્રેમ કરૂણા
એટલું પણ સહેલું નથી સાહેબ ટકી રહેવું પ્રયત્નમાં,
નિરાશા પણ ઘેરાય વળે છે આશા ઓના ભવંદર મા.
ભીતર ડોકિયું કરી જોયું તો,
માધવ સિવાય કંઇ જ નાં પામ્યું!
વચન આપી તમે મુકરસો નહિ;
વચન આપેલું મૂલ તમે ચૂકશો નહિ.