આતો નસીબ નસીબની વાત છે,
કોઈનો દિવસ તો કોઈની રાત છે.
✍️ રોશન
તું આમ શીદને કરે ગુમાન,
બધું અહીં જ છુટી જશે.
તારું પાંજરું નહીં આવે કામ,
પંખી જયારે ઊડી જશે.
✍️રોશન..
કંઇક તો મીઠું બોલ કબીરા,
તું માણસ છે ના ભૂલ કબીરા.
✍️ રોશન..
ઈશ્વર તને નઈ મળે,
ભલે ઘસે કપાળે ચંદન.
તું ઈશ્વરથી દૂર છે,
સમજાય એને વંદન.
પ્રેમની ભરજો પિચકારી
ને 'હું' ની કરજો હોળી,
"રોશન" રંગ એવો જામશે
કે નઈ જાય ચોળી ચોળી..
"રોશન"
તહેવાર છે આ રંગ બે રંગી
ને ઉમંગ થી ઉજવાય,
વર્ષોના હોય વેર- ઝેર પણ
પળમાં વિસરાય જાય...
"રોશન"
હંમેશા તમારા Dil 💖નું માનજો.
કેમ કે ..
તે ભલે Left માં હોય, પણ હંમેશા Right હોય છે.
હંમેશા તમારા Dil 💖નું માનજો.
કેમ કે ..
તે ભલે Left માં હોય, પણ હંમેશા Right હોય છે.
તમન્નાઓકી તસ્વીર ઇતની ભી ઊંચી ના બના "રોશન"
કિ રંગ ભરતે ભરતે પુરી જિંદગી નિકલ જાયે..
જીતેન્દ્ર પરમાર "રોશન"