પહેલાથી વધારે સ્વાસ્થ્ય મારું સુધર્યું છે... જ્યારથી તારા શ્વાસ થી વધારે હૃદયના ધબકારા સાંભળ્યા છે...
હેત ની હેલી વરસી મારે મસ્તકે
મારી માઁ હર-હંમેશ સાથે હોય રક્ષકે
-મિલાપ પંચાલ
પુસ્તક સંગ્રહાલય પડ્યું રહે
એના કરતા મગજ માં ઉતરે
તો વધારે મહત્વનું બને છે
-મિલાપ પંચાલ
અંદાજ ના લગાવશો મારી કારકિર્દી નો
શરૂઆત છે આ, વિસ્ફોટ હજુ
બાકી છે મારી કારકિર્દીનો...
-મિલાપ પંચાલ
દિવસરાત એક કરી મારે કાજ
મજૂરી નો એક ઘૂંટ પીતા
એ છે મારા પિતા
- મિલાપ પંચાલ
જિંદગીના આખરી પડાવમાં
દર્દીને જીવનદાન આપતા
ભગવાન એટલે ડૉકટર
-મિલાપ પંચાલ
બદલાશે દરેક વ્યક્તિની જિંદગીનો લૂક
જો સમય મળે વાંચશે ધાર્મિક બુક્સ
-મિલાપ પંચાલ
કોરા કાગળ સમી હતી જિંદગી મારી
આવી તે સહજ ભાવે સપ્તરંગો ની પીંછી મારી
-મિલાપ પંચાલ
ના ચેપ નો ડર છે
ના ઇન્ફેકશન નો દર છે
હું ડૉકટર છું મને પીડિત ના
સ્વાસ્થ્ય ની કદર છે
-મિલાપ પંચાલ