બસ થોડાક જ દિવસોમાં ૨૦૨૧નું વરસ વીતી જશે. આ વીતેલુ વરસ આપણને ઘણું બધું આપી જાય છે. જે ક્યારેક સુખદ હોય છે, તો ક્યારેક દુખદ. પણ આ બંને અનુભવને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. વીતેલા સમયની યાદો દિલમાં ઘર કરી જતી હોય છે. ૨૦૨૧ના વરસના આ છેલ્લા દિવસોમાં આપના દિલમાં ઘર કરી ગયેલી વીતેલા વરસની યાદગાર પળોને આપની કલમ થકી કાગળ પર કંડારો, અને તેને ચિરંજીવી બનાવો.
૨૦૨૧ના આ વર્ષાન્તે સ્ટોરીમિરર લઈને આવ્યું છે, એક અનોખી લેખન સ્પર્ધા : ‘બીતે લમ્હે’. જેમાં આપણે વીતેલા ૨૦૨૧ના વરસની સુખદ અને દુખદ યાદોને વાર્તા કે કવિતા સ્વરૂપે ઢાળવાની છે.
નિયમો:
1. તમામ પ્રકારની કવિતા અને વાર્તા સ્વીકાર્ય છે.
2. સાહિત્ય શૈલી પર નિયંત્રણો નથી.
3. વાર્તા અથવા કવિતા ફક્ત સ્પર્ધાની લિંક દ્વારા જ સબમિટ કરવાની રહેશે.
4. ભાગલેનારે તેમની મૌલિક કવિતાઓ અથવા વાર્તાઓ સબમિટ કરવી જોઈએ.
5. આપ ચાહો એટલી વાર્તા કે કવિતા રજુ કરી શકો છો.
6. પહેલેથીજ સબમિટ કરેલી વાર્તા અથવા કવિતા ફરીથી સબમિટ કરી શકાતી નથી.
7. સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે.
8. રાજકીય પક્ષપાત કે જાતિવાદને લગતી રચનાઓ સ્વીકારાશે નહિ.
9. વિજેતાઓની પસંદગી સંપાદક દ્વારા આપવામાં આવેલા ગુણો, લાઈક, કોમેન્ટ અને રેટીંગને આધારે કરવામાં આવશે.
પુરસ્કાર :
૧. શ્રેષ્ઠ ૩ કવિતાઓ અને શ્રેષ્ઠ ૩ વાર્તાઓને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.
૨. સાત કે તેથી વધુ કૃતિઓ રજૂ કરવા અથવા સબમિટ કરવા પર પ્રશંસાપત્ર આપવામાં આવશે.
૩. શ્રેષ્ઠ ૨૦ કવિતાઓ અને શ્રેષ્ઠ ૨૦ વાર્તાઓનું સંકલન કરી ઈ-બુક બનાવવામાં આવશે.
૪. ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર
સમયગાળો : 01/12/2021 થી 31/012/2021
ભાષાઓ : ગુજરાતી
રચના પ્રકાર: કવિતાઓ / વાર્તાઓ
પરિણામ : 20 JANUARY 2022
સંપર્ક વ્યક્તિ:
વિષ્ણુ દેસાઈ : vishnu@storymirror.com
mo : 97231 85603