Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#ચાલો પત્ર લખીએ

SEE WINNERS

Share with friends

સમજુતી :

પત્રલેખન એક રોચક કળા છે. મનના નિશ્ચલ ભાવો અને વિચારોનું આદાન પ્રદાન પત્ર દ્વારા જ શક્ય છે. પત્ર લેખન બે પાત્રો વચ્ચે થતું ભાવનાઓનું જોડાણ છે. પત્ર દ્વારા બે હદયના સબંધ દ્રઢ બને છે.  અર્થાત પત્રજ એક એવું માધ્યમ છે જે એકબીજાથી ઘણીદૂર રહેલી વ્યક્તિઓને પણ ભાવનાત્મક રીતે નજીક લાવે છે. આજના ઈમેઈલ, વોટ્સએપ, અને એસએમએસના જમનામાં લોકો પત્રલેખન ભૂલીજ ગયા છે.

પત્રલેખનમાં ભાવના સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે, જેના દ્વારા લખનાર અને વાંચનાર બન્ને એક પ્રકારની નિકટતા અનુભવે છે. એક સમય હતો કે ‘પોસ્ટમેન‘ના નામનું બૂમ સાંભળતાં જ આપને ઘરના બધાકામ બાજુ પર મુકીને ઘરના દરવાજા સુધી દોડી જતાં. મનગમતી વ્યક્તિના પત્ર સંતાઈ સંતાઈને વાંચવાનો પણ એક આનંદ હતો. ગામમાં સારો પત્ર લખી આપનારનું પણ એક માન-સન્માન રહેતું.

ભારતમાં સૌપ્રથમ ૧લી જુલાઈ ૧૮૫૨મા પહેલીવાર પોસ્ટલ ટીકીટનો ઉપયોગ શરુ થયો. જેને ધ્યાનમાં રાખીને સ્ટોરીમિરર આ જુલાઈ માસમાં લઈને આવ્યું છે, એક અનોખી લેખન સ્પર્ધા જેનું નામ છે, ‘ચાલો પત્ર લખીએ.’


નિયમો :

1.  આ સ્પર્ધામાં સાહિત્ય પ્રકાર તરીકે માત્ર પત્રલેખનજ સ્વીકાર્ય રહેશે.

2.  ‘પત્રલેખન’ સ્પર્ધાની લિંક દ્વારા www.storymirror.com પર સબમિટ કરેલી સામગ્રી જ સ્પર્ધા માટે માન્ય ગણાશે.

3.  પત્રલેખન સ્પર્ધાનો મૂળ આશય તમારી લાગણીઓને પત્ર થાકી કાગળ પર ઉતારવાનો છે.

4.  પત્રમાં લખવામાં આવતાં નામ, સરનામાં, હોદ્દા, સબંધ વગેરે કલાપ્નીક રહેશે, જેનો કોઈના વાસ્તવિક જીવન સાથે કોઈ સબંધ રહેશે નહિ.

5.  કોઈ વ્યક્તિ, જ્ઞાતિ, ધર્મ, સમુદાય, પદ કે સંસ્થાની લાગણીને ઠેસ પહોચે તેવો પત્ર અમાન્ય રહેશે.

6.  લેખક એક કરતા વધારે ચાહે એટલા પત્ર લખી શકશે, તેનું કોઈ બંધન નથી.

 

પત્રલેખનના પ્રકાર :

પ્રેમપત્ર

આમંત્રણ પત્ર

શુભકામના પત્ર (જન્મદિવસ, મેરેજ અનીવર્સરી)

 

ઇનામ :

1.  શ્રેષ્ઠ ૧૦ પત્રોને વિશિષ્ટ વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.  શ્રેષ્ઠ ૨૫ પત્રની ઈ-બૂક બનવવામાં આવશે.

3.  ભાગ લેનાર તમામને ભાગીદારી બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સમય ગાળો : ૧૦ જુલાઈ ૨૦૨૦ થી ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી


સંપર્ક : વિષ્ણુ દેસાઈ – ૯૭૨૩૧ ૮૫૬૦૩

ઈમેઈલ : Vishnu@storymirror.com