‘ગર્વથી કહો હું શિક્ષક છું’ :
‘મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે, પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે’ - એલેકઝાન્ડર ધી ગ્રેટ
‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોળ મેં ખેલતે હૈ’’ – ચાણક્ય
‘મે એક શિક્ષક હું, ઓર મુજે સમાજ ઔર દેશ કે લિયે સોચના હૈ’ – ચાણક્ય
૫ મી સપ્ટેમ્બર, એટલે કે ‘શિક્ષક દિન.’ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. રાષ્ટ્રપતિ જેવા દેશના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચવા છતાં તેમણે પોતાની જાતને એક શિક્ષક તરીકે જ ઓળખાવાનું પસંદ કર્યું. અને એટલે જ એમનો જન્મદિવસ એ હજારો શિક્ષકોને ગૌરવ અપાવતા ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. દુનિયાની ભાગ્યેજ કોઈ એવી સફળ વ્યક્તિ હશે જેના જીવનમાં તેના શિક્ષકનો ફાળો નહિ હોય !
આ શુભ અવસર પર સ્ટોરીમિરર દેશના શિક્ષકોને વંદના કરતી, શિક્ષકો અને માત્ર શિક્ષકો માટે લઈને આવ્યું છે એક અનોખી લેખન સ્પર્ધા – ‘ગર્વથી કહો હું શિક્ષક છું.’ આપના શિક્ષક તરીકેના સેવાકાળ દરમ્યાન આપને થયેલા અનુભવો વાર્તા, કવિતા અથવા લેખ સ્વરૂપે લખી મોકલો.
સાહિત્ય પ્રકાર :
વાર્તા
કવિતા
નિયમો :
Ø આ સ્પર્ધા સ્પર્ધા માત્રને માત્ર શિક્ષક ભાઈ-બહેનો માટે જ છે. (સરકારી અથવા ખાનગી બંને)
Ø આ સ્પર્ધા અંતર્ગત વાર્તા, કવિતા અથવા લેખ સ્વીકાર્ય છે.
Ø ભાગ લેનારે પોતાની રચના ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં ટાઈપ કરી મુકવાની રહેશે.
Ø સ્પર્ધકે પોતાની મૌલિક રચના જ મુકવી જોઈએ, આપ એક કરતાં વધારે રચનાઓ મૂકી શકો છો.
Ø વિજેતની પસંદગી આપની રચનાને વાચકો તરફથી મળેલી લાઈક, કોમેન્ટ, વયૂસ અને સંપાદકીય સ્કોરને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. જે દરેકને માન્ય રહેશે.
Ø કોઈપણ ધર્મ, સમુદાય, જાતિ કે પ્રદેશના લોકોનું લાગણી દુભાય તેવું સાહિત્ય અસ્વીકાર્ય રહેશે.
Ø સ્ટોરી મિરરની સ્પર્ધાની લિંક દ્વારા સબમિટ થયેલી રચના જ માન્ય ગણાશે.
ઈનામ :
· શ્રેષ્ઠ ૩ વાર્તા અને શ્રેષ્ઠ ત્રણ કવિતાને ઇનામ સ્વરૂપે સ્ટોરીમિરરનું અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સભ્ય પદ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
· પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબરના વિજેતા પછી શ્રેષ્ઠ ૫ વાર્તા અને કવિતાને રૂ. ૧૦૦ની મૂલ્યનું સ્ટોરીમિરરનું શોપિંગ વાઉચર આપવામાં આવશે.
· ભાગ લેનાર દરકે ને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
· કોઈ શાળા, કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાંથી ૧૦ કરતાં વધારે મિત્રો ભાગ લેશે તો તે સંસ્થાનાં નામનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
સ્પર્ધાનો સમયગાળો : ૦૧-૦૯-૨૦૨૦થી ૧૫-૦૯-૨૦૨૦
પરિણામ : ૦૧/૧૦/૨૦૨૦
સંપર્ક :
વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩
ઈમેઈલ : vishnu@storymirror.com