સ્ટોરી મિરર લઈને આવ્યું છે, વાર્તા લેખન માટેની એક અનોખી અને રોમાંચક સ્પર્ધા. એક વાર્તાનો પ્રારંભ આપને નીચે આપવામાં આવ્યો છે, તમારે આ અધુરી વાર્તાને તમારી કલ્પના મુજબ તમારા શબ્દોમાં પુરી કરવાની છે. આપ વાર્તાને પૂરી કરવા માટે કોઈપણ શૈલીનો ઉપયોગ કરી શકો છો. જેવી કે...
અધુરી વાર્તાનો પ્લોટ (૧)
લેખક : પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
. . . મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે. . .
અધુરી વાર્તાનો પ્લોટ (૨)
લેખક : ડો. વર્ષા પ્રજાપતિ
... હવે તો મિતાલી અને મોબાઈલ એકમેકના પર્યાય બની ગયા. સામાન્ય પરિવારમાં જન્મેલી મિતાલીને સોશિયલ મીડિયાએ પાંખો આપી. શહેરની હોસ્ટેલની હવાએ એની પાંખોને ઉડાન આપી. રજાના દિવસોમાં એ જ્યારે ઘરે આવે ત્યારે એ અને એનો મોબાઈલ. એની મોટી બહેન ક્યારેક ટોકે પણ ખરા કે, "શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે ? થોડાક દિવસ આવી છે તો મોબાઈલ મૂકી અમારી સાથે સમય વિતાવ." મિતાલીને આ ના ગમે. એ તરતજ જવાબ આપે, "તને ના ખબર પડે, અમારે તો બધું મોબાઈલમાં જ ભણવાનું હોય અને સર્ચ કરવાનું હોય. હું મારું જ કામ કરું છું" એની મમ્મી એની મોટી બહેનને કહેતી, "અઠવાડિયા માટે આવી છે તો શું કરવા ટોકે છે ?" મમ્મીના આ શબ્દો એને બળ પૂરું પાડતા અને એ બમણા વેગથી એના મોબાઈલને આલિંગન આપી પોતાના કામમાં વ્યસ્ત થતી. શેમાં વ્યસ્ત થતી એ રામ જાણે.
એક દિવસ એવું બન્યું કે મિતાલી ઘરેથી હોસ્ટેલ જવા રવાના થઈ. સાંજે એની હોસ્ટેલમાંથી એના ઘરે ફોન આવ્યો કે મિતાલી કેમ આજે હોસ્ટેલ પરત નથી આવી ?...
અધુરી વાર્તાનો પ્લોટ (૩)
લેખક : વિષ્ણુ દેસાઈ
…મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતુ હતું…
અધુરી વાર્તાનો પ્લોટ (૪)
લેખક : નેહલ પટેલ
… આજે ૮ વરસે શાલિની એ ચિંતન ને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતન ના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતન ને જ્યારે કહ્યું કે મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્ય ને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ? અને શાલિની વિચારી રહી, એવું તો નથી.. એવું તો નથી શાલિની એ કહ્યું. હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલી ને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. . તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે. . અને શાલિની એ બધી વાત ચિંતન ને જણાવી. . ચિંતન એ માત્ર એટલું જ કહ્યું શાલિની ને " એમ અચાનક થાય નહીં પ્રેમ…
અધુરી વાર્તાનો પ્લોટ (૫)
લેખક : રાહુલ મકવાણા
… અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી, તેમાં તેણે એક જાહેરાત જોઈ, જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી…
નિયમ :
ઇનામ
પાત્રતા
સ્પર્ધાનો સમયગાળો - 01 એપ્રિલ થી 15 એપ્રિલ.
ભાષા : ગુજરાતી
સાહિત્ય પ્રકાર - વાર્તા
સંપર્ક : vshnu@gmail.com
મોબાઈલ : ૯૭૨૩૧ ૮૫૬૦૩