‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – અરદેશર ખબરદાર
૧ લી મે એ ગુજરાતનો જન્મદિવસ છે. ગુજરાત આપણી માતા છે, દરેક માતા-પિતા પોતાના સંતાનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે. પણ આજે સ્ટોરીમિરર દરેક ગુજરાતી માટે પોતાની માતા એવા ગુજરાતની જન્મજયંતિ ઉજવવાની અનોખી તક લઈને આવ્યું છે. એ પણ માતૃભાષા ગુજરાતી થકી.
ગુજરાતનો દીકરો કે દીકરી ચાહે દુનિયાના ગમે તે ખૂણે વસવાટ કરતો હોય, તે માતૃભાષા ગુજરાતી થકી પોતાની માતૃભૂમિ ગુજરાતને તેના જન્મદિવસની શુભકામના આપી શકે છે. પોતાની કલમ અને શબ્દો થકી તેના ગુણગાન ગાઈને. તે માટે સ્ટોરીમિરર લઈને આવ્યું છે એક અનોખી સ્પર્ધા : ‘હેપી બર્થ ડે ગુજરાત’
નિયમો :
1. આ સ્પર્ધામાં સ્પર્ધક ગુજરાતના ગુણગાન, ગુજરાતનું ગૌરવ, ગુજરાતની વિશિષ્ટ વ્યક્તિ, ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિ, ગુજરાતનો ભવ્ય ઈતિહાસ, કે ગુજરાતના ઉજ્વળ ભવિષ્ય માટે પોતાની લાગણીઓ શબ્દો થકી વાર્તા કે કવિતા સ્વરૂપે વ્યક્ત કરી શકશે.
2. સ્પર્ધેકે પોતાની મૌલિક વાર્તા કે કવિતા જ સબમિટ કરવાણી રહેશે.
3. સ્પર્ધાની લીંક મારફત આવેલી રચના જ સ્પર્ધા માટે માન્ય ગણાશે.
4. નિબંધ કે લેખ આ સ્પર્ધા માટે સ્વીકાર્ય નથી.
5. સ્પર્ધક ૧ કરતા વધારે વાર્તાઓ કે કવિતાઓ અથવા બંને સબમિટ કરી શકશે.
6. વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોર્સ, લાઈકની સંખ્યા, રેટિંગ્સ અને તેમની બધી સામગ્રી પરની કોમેન્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.
7. સ્પર્ધા માટે સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે.
ઇનામ :
· કવિતા વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ફોર કલર ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
· વાર્તા વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ફોર કલર ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
ભાષા : આપની રચના ગુજરાતી ભાષામાં સબમિટ કરવાની રહેશે.
સમયગાળો : ૦૧ મે ૨૦૨૦ થી ૩૧ મે ૨૦૨૦ રાતે ૧૧:૫૯ કલાક સુધી
પરિણામ : ૨૦ જુન ૨૦૨૦
સંપર્ક : વિષ્ણુ દેસાઈ – ૯૭૨૩૧ ૮૫૬૦૩
ઈમેઈલ : vishnu@storymirror.com