મારા પ્યારા બાપુ :
સ્ટોરીમિરર ડોટ કોમ અર્પણ કરી રહ્યું છે, ગાંધીબાપુની જન્મજયંતીનિમિતે એક અનોખી શબ્દ શ્રધ્ધાંજલિ : ‘મારા પ્યારા બાપુ’
સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાનાં પુજારી એવા આપના સૌના પ્યારા ગાંધીબાપુ એ એક વ્યક્તિ નહિ, પરંતુ એક વિચાર છે. ગાંધીજીની હત્યા જરૂર થઇ છે પણ એમના વિચારોની હત્યા કોઈ કરી શકે તેમ નથી. જ્યાં સુધી આ જગતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી બાપુના વિચારો પણ અમર રહેશે.
આજે સમગ્ર દેશ બાપુની ૧૫૦મી જયંતી ઉજવી રહ્યો છે, આ નિમિતે અનેક લોકોએ બાપુને પોતના શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સ્ટોરીમિરર ડોટ કોમ, પોતાના બહોળા પ્લેટફોર્મના માધ્યમથી લોકોની આ શ્રદ્ધાંજલિને શબ્દ દેહે લાખો લોકો સુધી પહોચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ત્યારે આપ સૌને પણ બાપુને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવા સ્ટોરીમિરર આમંત્રિત કરે છે. આપની આ અંજલીને ઈ-પ્રમાણપત્ર દ્વારા આપ આજીવન આપની પાસે યાદી સ્વરૂપે રાખી શકશો.
નિયમો :
1. આપની રચનામાં બાપુના વિચારો અથવા બાપુને શ્રદ્ધાંજલિ હોવી જોઈએ.
2. આપની રચના મૌલિક અને કોપીમુક્ત હોવી જોઈએ.
3. આપ એક કરતા વધારે રચનાઓ સબમિટ કરી શકો છો, શબ્દોની કોઈ મર્યાદા નથી.
4. આપની રચના સ્પર્ધાની લિંક મારફત સબમિટ થયેલી હોવી જોઈએ.
5. બાપુને શ્રદ્ધાંજલિ આપનાર દરેક્લ લેખક કવિને ચોક્કસ પ્રમાણપત્ર આપવામાં આવશે.
6. જો કોઈ શાળા, કોલેજ કે સંસ્થામાંથી બાળકો કે શિક્ષકો સામુહિક રીતે (ઓછામાં ઓછા ૨૦) ભાગીદાર થશે તો તે શાળા, કોલેજ કે સંસ્થાને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે.
ભાષા :
ગુજરાતી અને હિન્દી
સમય અવધી :
૨૬/૦૯/૨૦૨૦ થી ૦૨/૧૦/૨૦૨૦
સાહિત્ય પ્રકાર :
ગદ્ય
પદ્ય
ઇનામ :
ભાગ લેનાર દરેકને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
પરિણામ :
૧૦/૧૦/૨૦૨૦
સંપર્ક :
ઈમેઈલ : Vishnu@storymirror.com
Mo : 97231 85603 વિષ્ણુભાઈ દેસાઈ (સ્ટોરીમિરર