માતૃભાષા એટલે સપનાઓની ભાષા. માણસને ગમે તેટલી ભાષાઓ આવડતી હોય પરંતુ સપનું હંમેશા માતૃભાષામાં જ આવશે....
સુર અને લયનો એવો સમન્વય જે આત્માનાં તારને રણઝણાવી શકે અને મનને સમાધિની અવસ્થા આપે ... એ સંગીત પવનનો સુસવાટો , પર્ણ પરથી ટપકતાં ઝાકળનાં બિંદુનો તાલ કે બાળકનું પ્રથમ રુદન .. પરમ શક્તિની દરેક ક્રિયામાં સંગીત છે...