જીવનમાં તકલીફ પડે તો સ્વીકારી લેજો, કારણ કે હિરો બનવા પત્થરને પણ ઘસાવું પડે છે!
શોધવા છતાં જો ના જડે ઈશ્વર તો કરી લેજો દર્શન એનાં તમે પપ્પામાં
દુનિયામાં ફકત બે જ તારણહાર છે,
એક ઈશ્વર,
બીજા પપ્પા.
એમને દયા ના આવી
તેઓ હવે યાદ બની ગયાં
હવે જીવનમાં તારો સંગ નહતો,
એથી તો હોળીમાં પણ કોઈ રંગ નહતો
હોળી સળગે છે કે હૈયું મારુ,
ભડભડ બળે છે વસંત મારુ.
હોળી એટલે તારી યાદોના રંગોની મોસમ
તમે હતાં તો જીવનમાં દિવાળી હતી,
હવે તો બસ સળગતી હોળી છે!
હોળી રમાય છે ચારે તરફ,
તે છતાંય રંગો દેખાતા નથી,
છે અભાવ આ કોઈની હાજરીનો,
જાવ અમે પણ હવે રંગાતા નથી!