રહસ્યોના પડદાઓ હટાવી તો જો?
પ્રભુ છે કે નહીં હાક મારી તો જો?
પલાંઠી લગાવી ના બેસી રહે,
તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો?
"જિંદગી સદાય ખૂબ સૂરત છે, બસ! એને માણવાની મસ્તી આપણામાં હોવી જોઈએ. એક પછી એક પ્લેટફોર્મ આવતા જતા હોય છે, કેટલાય લોકો અહીં ચઢ ઉતર કરતાં હોય છે.કોઈ કાયમી નથી આપણે કાયમી બનાવવાની વ્યર્થ કોશિશ કરી આનંદને ઓછો ન કરવો જોઈએ."
#વંશ_માલવી
#જિદગી
#આનંદ
"શરીર પર જેમ જેમ કરચલીઓ વધતી જાય, એમ! જીવનમાં અનુભવની સંખ્યા વધતી જાય."
- વંશ માલવી
વિચારોને પણ એક લય, તાલ, રિધમ અને ગતિ હોય છે. એ ખોરવાઇ જાય તો વિચાર ભટકે છે.
"માણસની વાણી પાયલની ખનક અને કોયલના ટહુકા જેવી મધુર હોય તો જીવનમાં મહ્દઅંશે સમસ્યા ઉત્પન્ન જ ન થાય. "
"સ્નેહ તથા પ્રેમના પ્રકરણ ન હોય , લાગણીના ખાબોચિયાં ન હોય એતો અવિરત વહેતાં ઝરણાં જેવા હોય છે. "-વંશ
"આત્મીય અને લોહીના સંબંધના દિવસો ન હોય, એના માટે તો વર્ષો પણ ઓછા પડે. "
-વંશ માલવી
"આત્મીય અને લોહીના સંબંધના દિવસો ન હોય, એના માટે તો વર્ષો પણ ઓછા પડે. "
-વંશ માલવી
"અપેક્ષાના પાયા પર ચણેલી સંબંધની ઈમારત લાંબી ટકી શકે નહિ. "- વંશ માલવી