આજનો ટોપિક:કુદરત
સઘળું આપતી તૂં કુદરત,
કે , કદિયે માગ્યું નહીં પરત.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક:જ્ઞાન
એકજ છે પવિત્ર જ્ઞાન,
જ્ઞાન પવિત્ર છે એકજ.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક:ટેકનોલોજી
બધે મળશે હવે ટેકનોલોજી ,
જીંદગી માં રિટેક નો લો જી !
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક: ડહાપણ
સાચુકલુ શાણપણ એટલું જ રહ્યું,
ડહાપણ ભર્યું પગલું હર એક ભર્યું.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક:આશા
લાવ રાખું હવે એક ઉજળી આશા,
લગીર વ્યાપે નહિ નબળી નિરાશા.
મહેન્દ્ર પંડ્યા "નાદ"
આજનો ટોપિક:ઘર
બા નામે એક ઘર મારુ હતું,
એ સિવાય બઘું બેઘર હતું.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક:રજાઓ
મજાઓ હવે એની રાહમાં છે ,
આવી રહી ! જો રજાઓ છે.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક : ભવિષ્ય
અજાણ્યો અંજામ ભલે ભવિષ્યનો,
હોય અતિજ્ઞાન ભર્યો જામ વિષનો.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'
આજનો ટોપિક:યુવાન
મનથી રહે ,જે બલવાન,
છેલ્લો શ્વાસ કહે યુવાન.
મહેન્દ્ર પંડ્યા 'નાદ'