જે પોતાના જીવનનો માર્ગ બીજાને પૂછે છે
તે ચોક્કસ ભૂલો પડે છે
તમારા ભાગે આવેલું કામ નિષ્ઠાપૂર્વક કરવું
એજ જીવનની સફળતાનું રહસ્ય છે
જે વિપરીત પરિસ્થિતિમાં પણ
ધૈર્ય નથી ગુમાવતો તે જ સફળતા પ્રાપ્ત કરે છે
તમે આજે પર્યાવરણ બચાવશો
તો કાલે પર્યાવરણ તમને બચાવશે
ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતા છોડી
વર્તમાનમાં જીવવું એજ સાચો આનંદ છે
જે સત્યને પોતાના જીવનનો આધાર બનાવે છે
તેને બીજા કોઈના આધારની જરૂર પડતી નથી
પતની જાતથી ઉત્તમ મિત્ર બીજો કોઈ નથી
સંજોગોને અનુકુળ થઇ જીવવું એજ જીવન
માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે