ઝુંપડીના છત પરથી ટપકતું પાણી રોકવા માટે લગાવેલું પોસ્ટર જોર જોર થી બૂમો પડી રહ્યું હતું કે 2&3 BHK માટે જલ્દી સંપર્ક કરો.
ગીરીમાલ સિંહ ચાવડા
સમયનો શિક્ષક સમય છે ;
જીવનનો શિક્ષક જીવન છે.
ગીરીમાલસિંહ ચાવડા "ગિરિ"
પ્રેમનો સાચો અર્થ સમજવા પ્રેમ ને બાળકની જેમ રાખવો જરૂરી છે.
"ગિરિ"
પ્રેમનું બીજું નામ છે વિશ્વાસ જે ગુમાવતા ની સાથે પ્રેમ પણ ગુમાવી બેસશો.
"ગિરિ"
જીંદગીમાં જ્યારે ચાલતા ચાલતા ઠેશ વાગે ને ત્યારે માઁ યાદ આવે,પણ યાદ રાખજો જ્યારે જીંદગીમાં મુશ્કેલી,જવાબદારીના ભારની ઠેશ વાગે ત્યારે બાપ યાદ આવે.
ગિરિમાલસિંહ ચાવડા "ગિરિ"
જ્યાર થી અલગ અલગ મકાન થઇ ગયા ને....
ત્યાર સાથે વિતાવેલા બાણપણ ના ભાગલા પડી ગ્યા.
ગીરી
તે ઘડ્યા છે એક સરખા એજ તારી ભૂલ છે ઈશ્વર.
નથી જેમાં જરાયે માણસાઈ એ પણ માણસ જ દેખાય છે.
ગીરી
મજબૂત સમય ઝાઝો ટકતો નથી...
પણ મજબૂત લોકો ચોક્કસ ટકે છે...
"ગીરી"
લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે.......
પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે....
તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે...
"ગીરી"