તહેવાર એ પ્રકૃતિ અને સાહિત્યનું જોડાણ કરે છે.
તહેવારો સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે. દરેક તહેવાર પ્રમાણે જે વાનગી બનાવવામાં આવે છે તેથી બારેમાસ સ્વાસ્થ્ય સારું રહે છે.
તહેવાર સાથે કોઈકને કોઈક કથા પ્રચલિત હોય છે અને મનુષ્યને શુભ સંદેશ મળતા જ રહે છે.
વેરઝેર ભુલીને ભાઈચારો સ્થપાય એ જ તહેવાર નો ઉદ્દે શ છે.
તહેવારોને કારણે મનુષ્યના જીવનમાંથી માનસિક તણાવ દૂર થાય છે જાણે કે એને નવજીવન મળે છે.
રોજબરોજની એકસરખી જિંદગીમાં તહેવાર આનંદ અને ઉલ્લાસ લાવે છે.
નિર્દોષ માણસને હેરાન કરવા મનુષ્ય રંગ બદલે ત્યારે ઈશ્વર રંગ રાખે.
કેટલાક લોકો રંગ નથી લગાડતા પણ એમનો આપણી જિંદગીમાં પ્રવેશ આપણું જીવન રંગીન બનાવી દે છે.
ઓરીજનલ ચહેરા પર રંગબેરંગી રંગોથી રંગાયેલો પંચરંગી માનવી અંતઃકરણથી ખૂબ આનંદિત થાય છે.