મન શાંત ન રહે તો કંઈ વાંધો નહિ
પણ જીભ શાંત રહે તો પણ ઘણું
બુદ્ધિથી પૈસાદાર બની શકાય પણ
પૈસાથી બુદ્ધિશાળી બની શકાતું નથી
ધન અને સમૃદ્ધિ માણસને બદલતી નથી
પણ અસલી માણસને ભાર લાવે છે
અવગુણ એટલે વહાણના તળિયામાં પડેલું કાણું
જે છેવટે વહાણને ડુબાડે જ છે
લખેલા કે બોલેલા શબ્દો કરતાં
વિચારેલા શબ્દો વધુ પ્રભાવી હોય છે
હું ભવિષ્યનો વિચાર કરતો નથી
કેમકે તે વગર વિચારે તેના સમયે આવી જાય છે
માણસને તેની ભૂલ દેખાડવી
અને સાચું શું તે દેખાડવું
આ બેમાં બહુ ફર્ક છે
છેલ્લામાં છેલ્લી ફેશનથી દૂર રહો નહીતર
તમે છ મહિનામાં આઉટ ઓફ ફેશન થઇ જશો
ભૂલોને આવવા બધા બારણાં બંધ કરી દેશો
તો સત્ય ક્યાંથી આવશે