જીવન એક પુષ્પ છે
અને પ્રેમ તેની સુવાસ છે
ભૂલ શોધવાની શરૂઆત તમારા પોતાનાથી કરો
બીજાના દોષ જોવાથી ના આપણું ભલું થાય છે ના બીજાનું
પુસ્તક એ સમયના સાગરમાં દીવાદાંડી સમાન છે
શબ્દ શણગારી પણ દે અને સળગાવી પણ દે
સાફ અંતરથી સુંવાળું ઓશિકું બીજું કોઈ નથી
ચિંતા એ મુસીબતનું મુદત પહેલે ચૂકવેલું વ્યાજ છે
માનવીની માનવતા તેના વિવેકથી ઓળખાય છે
બંધ પડી રહેલું પુસ્તક કાગળના ઢગલાં જેવું છે