જે મારી જીંદગીમાંથી જશે, તે મારું હશે જ નહીં, અને જે મારું હશે, તે મારી જીંદગીમાંથી જશે નહીં. @Aarti
સાચા માણસની સાથે ક્યારેય કપટ ના કરતાં, કેમકે તેનો ન્યાય કરવા ખુદ કુદરત બેઠી હોય છે. અને જયાં ન્યાય કરવા કુદરત ખુદ બેઠી હોય ને, ત્યાં સખત કડક સજાની જોગવાઈ હોય છે... @Aarti
એ લોકોનો તો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને ખરા સમયે સાચા મનથી મદદ કરી છે, પણ.... એ લોકોનો પણ આભાર કે જેમણે મને ખરા સમયે મદદ નથી કરી, કેમકે મદદ ન કરનાર લોકો પાસેથી મને શીખવા મળ્યું છે કે, મારે એ લોકોના જેવું ભવિષ્યમાં કોઈની સાથે ના કરવું જોઈએ...@Aarti
કોઈ વ્યક્તિ તમારી પાસે મદદ માંગે તો એને એ જ સમયે મદદ કરી દેવી જોઈએ સાહેબ, કેમકે એ વ્યક્તિએ એ સમયે ભગવાન પછીનો વિશ્વાસ તમારા પર મૂક્યો હોય છે....@Aarti
એક પુરુષની સફળતા પાછળ કોઈ સ્ત્રીનો સાથ હોય કે ના પણ હોય, પણ એક સ્ત્રીની સફળતા પાછળ કોઈ પુરુષનો સાથ અચૂક હોય છે...@Aarti