જે રમે છે, તે હરે છે, ન રમવાવાળો કડી હરતો નથી
પણ તે કડી જીતતો પણ નથી
પ્રતિષ્ઠા એક ખરતા તારા સમાન છે
જે ઘડીક ઝ્બુકીને કાયમ માટે હોલવાઈ જાય છે
પુસ્તક માત્ર વાર્તાઓ નથી
જીવનનો એક ભાગ છે
ખુશામત કરવી સહેલી છે
પણ પ્રશંસા કરવી અઘરી છે
માણસે ક્યારેક પોતાની જાતને પણ કહેવું જોઈએ
કે હું તને પ્રેમ કરું છું
તમારા લક્ષ્યને તમારી નજર સમક્ષ રાખો
એ સફળતાની નિશાની છે
જાતે મહેનત કર્યાં વગર સફળતાની ચાવી હાથમાં આવતી નથી
વસ્તુઓ રસવિહીન હોતી નથી, માણસ રસવિહીન હોય છે