Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Inspirational Tragedy

2  

Pramod Mevada

Inspirational Tragedy

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ ૫)

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ ૫)

3 mins
7.5K


સવારના ચાર વાગ્યા હશે લગભગ અને તૃપ્તિનો મોબાઇલ રણક્યો. ઊંઘભરી આંખોથી નમ્બર જોયો ન જોયો કરી તૃપ્તિએ ફોન રિસીવ કર્યો. "હલો" સામે છેડેથી અવાજ આવ્યો "હલો હું સર્વોદય સાર્વજનિક હોસ્પિટલથી બોલું છું તમે નિશાંતના ધર્મપત્ની છો?" તૃપ્તિએ કહ્યું "હા" સામેથી માહિતી અપાઈ "આપના પતિ નિશાંતનો એક્સીડેન્ટ થયો છે. આપ જલ્દી આવી જાઓ." તૃપ્તિની ઊંઘ ઊડી ગઈ. નાનકડી આસ્થા સુતી હતી. તેને હળવેકથી તેડી તે ઉતાવળે ઘર લોક કરી નીકળી પડી હોસ્પિટલ જવા.

હોસ્પિટલ પહોંચી તેણે હેલ્પડેસ્ક પર પુછપરછ કરી. રૂમ નમ્બર 3માં પહોંચી તેણે જોયું. નિશાંત બેડ પર સુતો છે તેના ડાબા હાથે અને ડાબા પગે પાટા બાંધેલા છે. એટલામાં ડોકટર આવ્યા અને તેમણે તૃપ્તિને માહિતી આપી. નિશાંતની ગાડીનો એક્સીડેન્ટ થયો અને તેને અહીં દાખલ કરાવ્યો ત્યાંના સ્થાનિકોએ. નિશાંતને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર છે. બે ચાર દિવસ પછી હોસ્પિટલથી રજા મળી જશે અને પછી લગભગ 3 મહિના પાટા રાખવા પડશે. હોસ્પિટલનું બિલ ભરવા તેને કોઈ મદદ તો કરે તેમ ન હતું. સાસુ સસરાએ તો સબન્ધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતુ. તેના પિયરમાં પણ તે કહી શકે તેમ ન હતું. આખરે તેણે તેની ઘરની સઘળી બચત અને તેમ છતાં રકમ ખૂટતાં તેના દાગીના વગેરે ગીરવે મૂકી હોસ્પિટલનું બિલ ભર્યું અને નિશાંતને રજા અપાવી ઘરે લાવી.

આ ત્રણ મહિના દરમ્યાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો. બધું જ સાચવતી..... ઘર..... ઓફીસ.... આસ્થા.. અને નિશાંતને. નારી તું નારાયણી કેમ કહેવાય છે એ નિશાંતને સમજાઈ ગયું સારી રીતે. આ તરફ નિશાંત થોડો થોડો હરવા ફરવા લાગ્યો અને તૃપ્તિ એડમિટ થઈ હોસ્પિટલમાં નવા મહેમાનને લાવવા માટે. નિશાંત અને આસ્થા ખૂબ જ ખુશ થયા જ્યારે નાનકડા મહેમાનના આગમનના સમાચાર મળ્યા. નાનકડા હર્ષના આગમનથી જાણે કે વળતા પાણી થયા હતા તેમના જીવનમાં. જીવન જાણે કે હવે સડસડાટ વહેતું થયું અને સુખની પળો જાણે કે એમના ઘરે દસ્તક દેવા લાગી. તૃપ્તિને થયું કે હાશ હવે જરાક માંડ સારા દિવસો દેખાઈ રહ્યા છે. નિશાંતનો બિઝનેસ પણ હવે જામવા લાગ્યો હતો. તૃપ્તિના પગલાં ઓફિસે પડ્યા અને ધંધામાં એને સફળતા મળવા લાગી એમ નિશાંત કહેતો વારે વારે. આસ્થા અને હર્ષ બન્ને વાર્તાની રાજકુમારીને જેમ દિવસે ન વધે એટલાં રાત્રે ને રાત્રે ન વધે એટલાં દિવસે વધતા ગયા. તૃપ્તિ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે પ્રભુ હવે બસ આમ જ દિવસો વીતતા રહે તો તારો આભાર.

હમણાં હમણાંથી તૃપ્તિ રોજિંદી ઘટમાળમાં એવી પરોવાઈ ગઈ હતી કે ઘણીવખત એને પોતાને આશ્ચર્ય થતું. ક્યાં એ પિયરમાં સહુની લાડકી તૃપ્તિ અને ક્યાં આ તૃપ્તિ જે સહુ કોઈને સાચવી લે છે. ક્યાં પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર હવે આખા ઘરની ફરમાઈશ પુરી કરી દે છે હસતા હસતા.

એમ કરતાં કરતાં આસ્થા એસ.એસ.સીમાં આવી અને જાણે કે તૃપ્તિની પણ પરીક્ષા શરૂ થઈ. નિશાંત તો ધંધામાં રચ્યોપચ્યો રહે એટલે આસ્થાની ભણવાની જવાબદારી તૃપ્તિ પર. ટયુશન કલાસીસથી માંડી સ્કૂલ અને ઘરે ભણાવવાનું બધું ધ્યાન તૃપ્તિ રાખતી. પહેલા સેમિસ્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું અને નિશાંતનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તૃપ્તિ પર. (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational