Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Crime Others

3  

Vishwadeep Barad

Crime Others

ગ્રીનકાર્ડ

ગ્રીનકાર્ડ

4 mins
14.7K


નૈના ભટ્ટ્, તારા લીધે ”ગ્રીનકાર્ડ” મળ્યું, થેન્ક્યુ, પણ મારે તારી નજર કેદમાં કાયદેસર રીતે ત્રણ વર્ષ રહેવું પડ્યું. આજે મારો આઝાદીનો દિવસ છે.નાઉ આઈ એમ અ ફરી બર્ડ. આ ચિઠ્ઠી મળશે ત્યારે હું ઘણોજ દૂર દૂર નિકળી ગયો હઈશ. મને શોધવાની કોશિશ ના કરીશ. તારે અને મારે હવે કોઈ જાતના સંબંધ નથી. બબ્બે છોકરા અને એક વિધવા બૈરી અને એ પણ મારાથી બે વરસ મોટી ! નો વે મેમ, બાય બાય. હું તારો કદી પણ નહોતો ! -અજીત

ચિઠ્ઠી વાંચતાજ ઓહ માય ગોડ મારી આંખમાં દડ, દડ આંસુની ધારા વહેવા લાગી, શું કરું ? સીધી ગેરેજમાં જોવા ગઈ. તો ત્યાં અજીતની કાર નહોતી, એ ક્યારે, કેટલાં વાગે કાર લઈને ભાગી ગયો હશે ? હવે હું શું કરીશ ? પોલીસને ફોન કરું ? મારી નીતા અને મીતાને શું કહું કે તારો ડેડ આપણેને છોડી જતો રહ્યો છે ?

સવારના છ વાગ્યાં હશે, કીચનમાં આવી ચા મુકી. જોબ પર જવાની તૈયારી કરું ? પણ આખુ માથું ભમતું હતું. બોસને શું કહું ? બોસને તબિયત નરમનો ફોન કરી દીધો. મીતા મારી મોટી દીકરી,પંદરની અને નીતા તેર. હું પાછી ફરી એકલી ! “એકલી અટુલી મા ! બે ટીન એઈજ છોકરીઓ !”

પંચ વર્ષ પહેલાં દસ થી બાર ઈન્ચ હીમ વર્ષા પડેલ અને ઘરના રુફ પર બે ફૂટથી વધારે સ્નો જામી ગયો હતો અને ગેરેજની બહાર રાખેલ કાર ઉપર પણ હેવી સ્નો. ડ્રાઈવ વેમાં પણ. કીરીટ, જેની સાથે મારું દાંપત્ય જીવન ઘણુંજ સુખી હતું. અમો પતિ-પત્ની અને બે બાળકો ચાર જણાં ઘણીજ આનંદદાયી જિંદગી જીવી રહ્યા હતાં ! કીરીટ મને કદી કોઈ ‘યાર્ડવર્ક’ કરવા ના દે ! સવારમાં ઊઠીને મને કહે,

‘નૈના, ગઈ કાલ રાત્રે બહુજ હેવી સ્નો પડ્યો છે અને રુફ(છાપરા)પરથી આ હેવી સ્નો નીચે પાડવો પડશે નહી તો આપણું રૂફ પડવાની પુરેપુરી શક્યતા છે.”

'ના કીરીટ આપણે આવું જોખમ નથી ખેડવું, તમો કોઈ માણસને હાયર કરી સ્નો રૂફ પરથી અને ‘ડ્રાઈવ વે' માંથી સાફ કરાવી દો !”

”નૈના, આવા હેવી-સ્નોમાં કોણ આવવા તૈયાર થાય ?"

કીરીટ સ્નો-શુઝ અને હેવી જેકેટ પહેરી, ગેરેજમાંથી ‘શો વેલ બૂમ લઈ કીધું

“હની ડોન્ટ વરી, આઈ વિલ બી ઓકે. આઈ વિલ ફિનિશ ધીસ જોબ વીથીન ઇન અવર. સો મેક અ ગૂડ બ્રેકફાસ્ટ ફોર મી."

કલાક, દોઢ કલાક થઈ. કીરીટ ઘરમાં ના આવ્યો ! મેં બુમ પાડી, કઈ જવાબ ન મળ્યો ! બહાર આવી ને જોયું તો કીરીટ ઊંધોપાટ પડ્યો હતો ! બે-બાકળી દોડી વળગી પડી.

”કીરીટ ? કઈ જવાબ ન મળ્યો ! ૯૧૧ ફોન કર્યો. એમ્બ્યુલન્સ, પોલીસ વિગેરે આવી ગયા..સી.પી.આર. આપ્યો નો રિસ્પોન્સ ! હોસ્પિટલ લઈ ગયાં. ડૉકટરે કહ્યું, 'હી ઈસ ડેડ' ! હેવી-સ્નો સાફ કરતાં હેવીપ્રેસરની લીધે હાર્ટ બેસી ગયું છે.”

મેં કીરીટને ગુમાવ્યો ! બેસ્ટ હસબન્ડ ગુમાવ્યો ! શું કરીશ ? બે દીકરીઓને કેવી રીતે એકલા સંભાળ કરી શકીશ ? આવા હજારો પ્રશ્નો મગજમાંથી કીડીયારાની જેમ ઉભરાવા લાગ્યાં ! અમેરિકામાં મિત્રો સિવાય મારું કોણ ? મારા મમ્મી-પપ્પાને બોલાવી લઉં ? ઇન્શ્યોરન્સના બે લાખ ડૉલર મળ્યાં ! પૈસો વ્યક્તિને આર્થિક રીતે સહાય કરી શકે નહી કે માનસિક રીતે !

ત્રણ વરસ પહેલાં મારી બન્ને છોકરીને લઈને અમદાવદ ગઈ.

”બેટી! તારી ઉંમર ઘણીજ નાની છે અને વળી બે નાની છોકરીઓ ! અમેરિકામાં જોબ કરતા કરતાં એકલાં રહી બાળકોની સંભાળ રાખવી બહુજ મુશ્કેલ છે. તને કોઈ સારું પાત્ર મળી જાય તો...”

”પપ્પા ! ડોન્ટ વારી, આઈ વિલ મેનેજ ઇટ !' પણ સગા-સંબંધી સૌ મળી એક જ વાત કરી. 'નૈના ! તું કેમ નથી સમજતી કે તારે બહુંજ લાંબો રસ્તો કાપવાનો છે બે છોકરીઓ સાથે ! અને એ પણ અમેરિકા જેવા દેશમા ? મેં નીતા અને મીતાને વાત કરી કે, “કેન આઈ ગેટ...' વાત પુરી કરું એ પહેલાં જ બન્ને બોલી ‘યસ મોમ વી નીડ ડેડ” અજીત સાથે મારી વાત નક્કી થઈ મેં બધીજ હકીકત અજીતને કરી. અજીત મારાથી બે વરસ નાનો હતો. એ તૈયાર થઈ ગયો ! લગ્ન બહુંજ સાદાઈથી કર્યાં. કોર્ટમાં !

ફીયાન્સે વીઝા સાથે અજીત અમારી સાથે અમેરિકા આવ્યો. ટુંક સમયમાં ગ્રીન-કાર્ડ મળી ગયું. અજીતને કમ્પ્યુટર એન્જીનયર થવું હતું મેં કોલેજમાં એડમીશન અપાવ્યું, સારો એવો ખર્ચ થયો. પણ મારી છોકરીઓને એક પિતા મળ્યો ! પૈસાનો વળી હિસાબ શું ? અજીત ઓછા બોલો હતો. બન્ને છોકરીઓ સાથે મનમાં આવે તો થોડો સમય પસાર કરે ! એ કિતાબનો કીડો હતો ! મૂડી હતો. મેં મન મારી, મોટું રાખ્યું આ બધું ચલાવી લીધું. શું કરૂ ? અજીત આવી ગંદી ચાલ ચાલશે ? માત્ર અમેરિકા આવવા માટે મારી સાથે લગ્ન કર્યાં ! સ્વપ્નમાં પણ મેં આવું વિચાર્યું ના હતું કે મને અજીત આવો દગો દેશે ?

રચના, મારી ખાસ બહેનપણી. મેં ફોન કર્યોં એ તુરતજ કાર લઈ મારે ઘેર આવી. મને આસ્વાસન આપતી ભેટી પડી ! “લેટ મી કોલ અ પોલીસ એન્ડ ઈમિગ્રેશન ઓફિસ.”

'ના રચના.'

'એ મૂરખ હતો હું એને પકડાવી શું પામીશ ? અજીતને કદાચ આવા કાવાદાવા પાછળ અમેરિકન સરકાર અહીથી કાઢી મુકશે અને ગ્રીનકાર્ડ લઈ લેશે !”

'નૈના, તું બહુંજ ભોળી છો ! આ તારી ભોળપણ અને ભલમનસાઈનો અજીતે ગેરલાભ લીધો છે. આવા માણસને તો જેલ ભેગા જ કરવા જોઈએ!”

ડોર બેલ વાગ્યો. ”જો તો રચના કોણ આવ્યું ? '

“હું ઈસ ધેર ...?”

”પોલીસ” રચના એ બારણું ખોલ્યું.

”ઈસ ઇટ ભટ્ટ રેસિડન્ટ?”( આ ભટ્ટનું ઘર છે?) “

'યસ સર.(હા, સાહેબ)”.

”લાસ્ટ નાઈટ મિસ્ટર અજીત ભટ્ટ હેસ બિન કિલ ઇન કાર એક્સિડન્ટ !ગઈ કાલ રાત્રે, અજીત ભટ્ટ્નું કાર અક્સીડન્ટમાં મૃત્યું થયું છે…


Rate this content
Log in

Similar gujarati story from Crime