Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 6

ઊછળતા સાગરનું મૌન 6

5 mins
14.2K


નેહાની આંખનાં ખૂણામાંથી અશ્રુધારા વહી રહી હતી. સાગર સ્તબ્ધ બની નેહાની વાતો સાંભળી રહ્યો હતો. અત્યાર સુધી એ વહેમમાં હતો કે એની નેહા સુખી ઘરમાં ગઈ છે અને ખૂબ મોજ મજાથી જીવે છે. પણ મોટાં મહેલો જો સુખ અને શાંતિ આપતા હોત તો દુનિયાના ઈતિહાસમાં ઘણાં રાજાઓ અને બાદશાહો થઈ

ગયાં. એ બધાં દુખી ના હોત. પણ નેહા સુખી ના હતી મારૂતીની ડીલરશીપ કે દિલ્હીનો મોટો બંગલો મારી નેહાને સુખ ના આપી શક્યા... આમાં મારો જ વાંક છે. મારે નેહાને મઝધારે છોડવાની ન હતી. મારે નેહાને કોઈ પણ સંજોગોમાં મારી સાથે જ રાખવાની હતી... નેહા... નેહા મને માફ કરજે... મેં તારાં સાથે અન્યાય કર્યો છે... હું સ્વાર્થી બની ગયો ભાઈ બહેનોનાં ભવિષ્ય માટે પણ હું પુરુષ છું... મારે મારાં કાર્યમાં તને પણ સાથે રાખવાની હતી... માફ કરજે નેહા. મારા લીધે આ બધું તને સેહવાનો સમય આવ્યો. હે ભગવાન... મને માફ કરજે, મેં આ નિર્દોષને કુવામાં નાંખી...

સાગર આરામ ખુરશીમાંથી ઊભો થયો, ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી નેહાને આપી. નેહાની પાંપણ પરનાં અશ્રુને એને હથેળીમાં જીલી લીધાં. નેહાએ ઊંડો શ્વાસ લીધો. નેહાને આટલી ઉદાસ અને મજબૂર એને ક્યારેય જોઈ ન હતી. નેહાએ ઉદાસ આંખથી ગેલેરીની પાળ ઉપર બેઠેલાં એક પંખીને જોયું. ફરી આંખો

છલકાઈ ગઈ.. કેટલું મુક્ત હતું, આઝાદ હતું અને એ એનાં પગમાં અદ્રશ્ય સાંકળ બાંધેલી છે... એ ઊડી ન શકે. એનાં વિચારો ઊપર એનાં શ્વાસો ઊપર પણ એનો અધિકાર ના હતો.. એ સાગર પાસે શું કામ આવી? મારે અહીં આવવાની જરૂર ન હતી. સાગર કેટલો ઉદાસ લાગી રહ્યો છે. મારાં દુઃખ એની આંખોમાં છલકાઈ રહ્યા છે.

સાગરે એનો નાજુક હાથ હાથમાં લઈને કહ્યું, "નેહા, આજ તું મારાંથી કાંઇ ના છૂપાવતી... તારાં દુઃખનો જવાબદાર હું જ છું. તને સુખ તો ના આપી શક્યો પણ મને તારાં દુઃખનો ભાગીદાર બનાવ. ભલે કદાચ તારાં દુઃખ હું લઈ નહી શકું પણ ભાગીદાર બનાવીશ તો ઓછાં તો જરૂર થશે." નેહાએ સાગરનો હાથ આંખોં

પર લગાવી દીધો. એની ભીની આંખોથી સાગરનો હાથ ભીનો થયો. સાગરનાં દિલમાંથી એક આહ નીકળી ગઈ...

નેહાએ આંખો બંધ કરી સાગરનાં ખોળામાં એનું માથું મૂકી દીધું. જાણે ગભરાયેલું કોઈ સસલું લપાઈને ઝાડની બખોલમાં ભરાઈ જાય. સાગરની આંગળીઓ અનાયાસે એનાં સુંવાળા રેશમી વાળમાં ફરવાં લાગી... નેહાની આંખો બંધ થવા લાગી જાણે વરસો પછી નિંદ્રા આવવાની હોય...પણ ઝબકી પડી અને સામે કાળઝાળ ભૂતકાળ તરવરવાં લાગ્યો.સાગરની આંગળીઓ એનાં માથામાં ફરતી રહી...અને એ ફરી આકાશ પાસે પહોંચી ગઈ...

એ દિવસે જ્યારે આકાશ સાથે શારીરિક સંબંધ બંધાયા પછી એ એ સંબંધને પ્રેમનો સંબંધ ક્યારેય ના કહી શકી. શાવર લઈને એ ડાઈનીંગ રુમમાં આવી... આકાશના ચહેરા પર શરારતી લૂચ્ચું સ્મિત હતું... એણે મમ્મીને કહ્યું, "મોમ, હું અને નેહા હનિમુન માટે સ્વિઝરલેન્ડ જઈએ છીએ આવતી કાલે. આ રહી અમારી ટીકીટ..." આકાશે ટીકીટ ટેબલ પર મૂકી દીધી. નેહાના દિલમાં ધ્રાસકો પડ્યો. "અરે બાપરે... મારે આકાશ સાથે એકલાં રહેવાનું...?" મોઢા પર ના આવી ગઈ પણ શબ્દો ગળામાં ક્યાંક અટવાઈ ગયા. સહેજ બડબડતી હોય એમ કહ્યું, "મારી તબિયત સારી નથી." આકાશે તરત વાત કાપી નાંખી, "તું ચાલ તો ખરી સ્વિઝર્લેન્ડ દુનિયાનું સ્વર્ગ છે. તારી તબિયત સરસ થઈ જશે." મમ્મી તો ખૂબ ખુશ હતી. "હા, હા ફરી આવો. જવાન માણસની તબિયત વળી કેટલાં દિવસ ખરાબ રહે. જાઓ બેટા તૈયારી કરો. ગરમ કપડાં પણ લેજો... તારાં બાપુજી મને લઈ ગયેલાં... ખૂબ સરસ જગ્યા છે."

નેહા ઊભી થઈ. બેડરુમમાં ગઈ. આકાશ એનો પતિ હતો... આ બન્ને વચે કેવું અંતર આવી ગયું હતું કે એની કોઈ પણ વાત, સ્વિઝરલેન્ડ લઈ જવાની વાત પણ એને ખુશી ના આપી શકી. એક મોટી ખાઈ એમની વચે આટલાં ઓછાં સમયમાં પડી ગઈ હતી. કે એ ખાઈ ઓળંગવી નેહાના હાથની વાત રહી ન હતી. આકાશ પાછળ પાછળ આવ્યો. આ અંતર ઘટાડવું જ રહ્યું... જિંદગી કાઢવાની છે આકાશ સાથે. એ મારો પતિ છે. મારે એની ઈચ્છાને માન આપવું જ જોઈએ. હે પ્રભુ, મને તાકાત આપ કે હું આકાશને અંતરમનથી ચાહી શકું અને એનાં દિલમાં પણ મારી ચાહત પેદા કર. હે પ્રભુ, અમારાં બન્નેનાં જીવનને એક કરી દે. અમને સાચાં

અર્થમાં પતિપત્ની બનાવી દે..મને મનથી એની અર્ધાંગીની બનાવીદે પ્રભુ બસ એટલું જ માંગું છું. મન મજબુત કરી એ તૈયારી કરવા લાગી... આકાશ એની બેગ ભરતા એની સામે ત્રાસી આંખે જોયા કરતો હતો. બેગ ભરી એ ઝીપર મારતી હતી ત્યાં આકાશ નજીક આવ્યો અને બોલ્યો, "સાગરને પણ પેક કર્યો કે નહીં?" નેહાનાં ચહેરા ઉપર થોડીવાર માટે જે પ્રકાશ છવાયો હતો. એ અંધકારમાં ફેરવાઈ ગયો. મનમાં મક્કમતાથી કરેલો નિર્ણય કે એ આકાશને અનુકુળ થવાં પ્રયત્ન કરશે એકદમ કડડભૂસ થઈ ગયો. આકાશ પાસેથી કોઈ પણ સારી અપેક્ષા રાખી નહીં શકાય એની ખાતરી થતી જતી હતી. આવાં જ મહેણાં અને ટોણા અને માનસિક ત્રાસ સાથે આ જીવન જશે? નેહાએ આંખોનાં ખૂણા લુછ્યાં અને બેગ બંધ કરી...

બીજા દિવસની ફ્લાઈટમાં નેહા અને આકાશ સ્વિઝરલેન્ડ પહોંચી ગયાં. જીનીવા રળીયામણું શહેર છે. શહેરની વચે તળાવ અને તળાવમાં ધોધ અને આસપાસ યુનોની ઓફીસો હરીયાળુ શહેર. ત્યાંથી મિલાન ગયાં અને ત્યાંથી જુરીક... દુનિયામાં જો સ્વર્ગ છે તો અહીં જ છે... એવું કુદરતી સૌંદર્ય છવાયેલું

છે. બરફથી છવાયેલા પહાડો અને ગળામાં બેલ બાંધેલી ગાયોના ધણ... જાણે વૃંદાવન... બોલીવુડના કોઇ મુવી જેવું લાગતું હતું. સાગર યાદ આવી ગયો. મારો સાગર હોત તો હાથમાં હાથ નાંખીને કલાકો સુધી આ બર્ફીલા પહાડો પર ચાલ્યાં કરત. ચૂપચાપ... પ્રેમને વળી ક્યાં ભાષાની જરૂર પડે છે... શબ્દોથી પ્રેમ દર્શાવી એનું મૂલ્ય ઓછું શું કરવું? હાથમાં હાથ લો અને એ સ્પર્શની નરમીથી ખબર પડી જાય કે કેટલો પ્રેમ છે... હા ભાષાની જરૂર જ નથી. આકાશ હોટલમાં બેઠો રહેતો અને શરાબ પીધા કરતો અને નેહા સાગર સાથે કલ્પનામાં દૂર દૂર સ્વિઝરલેન્ડનાં હરિયાળા ખેતરોમાં અને ફૂલો વચ્ચે મહોબતના ગીતો ગાયા કરતી. સપનાંમાં જીવવાની અને કલ્પનામાં પ્રેમ કરવાની આદત નેહાને પડવા લાગી... જે સાગરને દૂર છોડીને આવવું હતું. એ સાગરને આકાશે બેગમાં પેક કરાવી સાથે લઈ લીધો હતો. હવે સાગર નહીં છૂટે નહી ભૂલાય...

આઠ દિવસ નીકળી ગયાં. દિલ્હી પાછાં ફર્યા. આકાશનાં તીર જેવાં શબ્દો અને મહેણાની યાદો લઈ નેહા આવી ગઈ પાછી. ક્યારેક મન વગરનાં શારિરીક સંબંધની તો ક્યારેક. અણગમતાં સ્પર્શની યાદો. અશોક જાની 'આનંદ'ની ગઝલનો એક શેર નેહાને યાદ આવી ગયો...

સ્પર્શ ચાહત, સ્પર્શ નફરત, સ્પર્શ સુખ કે વેદના,

સ્પર્શ તો 'આનંદ' કે અવસાદ સમજાવે ભલા. અશોક જાની 'આનંદ'

સ્પર્શ કેટલાં પ્રકારનાં હોય પણ આ સ્પર્શની ભાષા પણ અદભૂત હોય છે... સ્પર્શ બતાવી દે છે કે કેટલી ઊષ્ણા છે તમારાં પ્રેમમાં... જાણે સ્પર્શ એક પારાશીશી હોય..માપદંડ... આઠ દિવસ નીકળી ગયાં... નેહાનાં

ચહેરા પરથી સ્મિત ઊડી ગયું... હવે કોઈ વાત પર હસવું આવતું નથી. પહેલાં દરેક વાત પર આવતું હતું. પહેલે હર બાત પર હંસી આતીથી અબ કીસી બાત પર નહી આતી.. નેહા વિચારમાં પડી જતી..

હોઠોને

મૂકીઆ સ્મિત ઊડીને

ક્યાં

જતું હશે?

માનો

યા ના માનો

આંખોનાં દરિયામાં

ઊતરીને

ખારું પાણી બની

આંખોમાં

આંસું થઈને

વહેતું

હશે!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy